WEFએ પણ માન્યું, આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા હશે ભારત

News18 Gujarati
Updated: October 3, 2019, 10:04 PM IST
WEFએ પણ માન્યું, આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા હશે ભારત
ભારત આગામી 15 વર્ષમાં 10,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે

ભારત આગામી પાંચ વર્ષમાં 5,000 અબજ ડોલર (પાંચ ટ્રિલિયન ડોલર)ની અર્થવ્યવસ્થા અને આગામી 15 વર્ષમાં 10,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર

  • Share this:
વિશ્વ આર્થિક મંચના અધ્યક્ષ બૉર્ઝ બૅન્ડ અનુસાર નિર્ણાયક નેતૃત્વ ક્ષમતા સાથે વૈશ્વિક સ્તર પર ભારતનું કદ ગણું મોટુ છે. તેમણે કહ્યું કે, ભારત આગામી પાંચ વર્ષમાં 5,000 અબજ ડોલર (પાંચ ટ્રિલિયન ડોલર)ની અર્થવ્યવસ્થા અને આગામી 15 વર્ષમાં 10,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.

બૉર્ઝ બૅન્ડે કહ્યું કે, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અનુમાનથી એક ટકો ઓછો રહેવાની પૂરી સંભાવના છે જે વર્ષ 2000ના દશકના આરંભમાં આવેલી વૈશ્વિક મંદી (Global Slowdown)થી ગણી નજીક છે, જેના વિપરિત દક્ષિણ એશિયાની આર્થિક સ્થિતિ નિરંતર મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું કે, વિતેલી અડધી સદીમાં ઉભરતી અને વિકાસશિલ અર્થવ્યવસ્થાઓના વૈશ્વિક ઉત્પાદનમાં યોગદાન 15 ટકાથી વધી 50 ટકાથી ઉપર નીકળી ગયું છે.

પીએમ મોદીની સાઈટ પર લખ્યો લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વેબસાઈટ નરેન્દ્ર મોદી ડૉટ ઈન પર લકેલા પોતાના લેખમાં બ્રૅન્ડે કહ્યું કે, ભારત એક ઊંચી છલાંગ લગાવશે અને તે વૈશ્વિક દરજ્જાનો અધિકાર છે જે તેને પ્રાપ્ત થયો છે. તેમણે લખ્યું કે, અક્ષય ઉર્જા પ્રતિ પ્રતિબદ્ધતા અને પેરિસ જળવાયુ કરાર અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ભારત દ્વારા અગ્રણી ભૂમિકા નિભાવવી જળવાયુ પરિવર્તનના મુદ્દા પર તેની નેતૃત્વ ક્ષમતાનું પરિચાયક છે. બ્રૅન્ડે કહ્યું કે, ભારતે અંતરિક્ષ ક્ષેત્રની શોધમાં પણ વૈશ્વિક સ્તર પર પોતાનું નામ નોંધાવ્યું છે. તેના માટે તેમણે ભારતના ચંદ્ર મિશનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભારત દુનિયાનો ચોથો દેશ છે જેણે નીચેની કક્ષા સ્થિત ઉપગ્રહને મારી પાડવાની ક્ષમતા વિકસિત કરી છે. બ્રૅન્ડે વિશ્વભરમાં ચલાવવામાં આવી રહેલા ભારતના માનવીય અને વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો.ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં ચલાવવામાં આવી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડૅવલપમેન્ટ પર કર્યા વખાણતેમણે ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં ચલાવવામાં આવી રહેલા પાયાના વિકાસ કાર્યો, આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન ગલિયારા, અશગાબત કરાર, ચાબહાર પોર્ટ અને ભારત મ્યાંમાં-થાઈલૅન્ડ રાજમાર્ગનો ઉલ્લેખ કર્યો. બ્રૅન્ડે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-આફ્રિકા સહયોગ વધારવા એક મજબૂત માળખું બનાવ્યું  અને વૈશ્વિક સહયોગમાં સહભાગિતા, ભારતના વધતા પ્રભાવ અને વિભિન્ન મુદ્દાઓ પર વિસ્તૃત દ્રષ્ટિકોણને દર્શાવે છે.ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતે કર્યો સુધાર
WEFના અધ્યક્ષે એ વાતને રેખાંકિત કરી કે, ભારતની અડધી આબાદી કામ કરી સકવા માટે સક્ષમ ઉંમરની છે અને આ દેશ માટે લાભકારી સ્થિતિ છે. આ વર્ષના વર્લ્ડ ઈનૉવેશન ઈન્ડૅક્સમાં 52મા સ્થાન પર ચઢી ભારત તેવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જેમણે છેલ્લા નવ વર્ષમાં સળંગ પોતાની સ્થિતિમાં સુધાર કર્યો છે.

બ્રૅન્ડે એ પણ કહ્યું કે, પોતાના વિશિષ્ટ જનસાંખિયિક લાભ, ટેકનિક દક્ષતા, ઈનૉવેશન અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિની ટેકનીકને આત્મસાત કરતા ભારત વૈશ્વિક સ્તર પર પોતાની રાજનૈતિક, આર્થિક અને રણનૈતિક સ્થિતિ મજબૂત કરી શકે છે. વૈશ્વિક તાકાત બનવા માટે ઘરેથી જ પ્રયાસ શરૂ કરવા પડે છે, તેને સ્વીકાર કરતા ભારતે પોતાના ઘરેલુ સંરચનાત્મક સુધારો અને વિકાસકાર્યોને પણ પ્રમુખતા આપી છે. બ્રૅન્ડે કહ્યું કે, ભારતે સરળતાથી વ્યવસાય કરવાના લિસ્ટમાં 65 સ્થાનની છલાંગ લગાવી રોકાણકારોના વિશ્વાસને વધાર્યો છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर