જવા માગો છો ઇન્ડિયન આર્મીમાં?, તો આ રહી સોનેરી તક

Nisha Kachhadiya | News18 Gujarati
Updated: December 29, 2017, 1:37 PM IST
જવા માગો છો ઇન્ડિયન આર્મીમાં?, તો આ રહી સોનેરી તક

  • Share this:
Indian Armyમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આવી ગઈ છે સુનેરી તક. સેનાએ કેટલાક પદો માટે જોબ નોટિફિકેશન જાહેર કરી છે. જેમાં 291 પદો પર ભરતી કરવામાં આવશે. જેમાં લોઅર ડિવિઝનલ ક્લર્ક, ટ્રેડ્સમેન મેટ અને અન્ય પદ પણ સામેલ છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2018 છે.

લોઅર ડિવિઝનલ ક્લર્ક- 10 વેકેન્સી
સેલેરી-19900 રૂપિયા (મહિને)

ટ્રેડ્સમેન મેટ- 266 વેકેન્સી
સેલેરી- 18000 રૂપિયા (મહિને)

યોગ્યતા:લોઅર ડિવિઝનલ ક્લર્ક માટે અરજી કરનાર ઉમેદવારે 12મું પાસ કરેલું હોવું જોઈએ. જ્યારે ટ્રેડ્સમેન મેટ માટે અરજી કરનારે ઓછામાં ઓછુ 10મું પાસ કરેલું હોવું જોઈએ.

અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 25 હોવી જોઈએ. SC/STના ઉમેદવારોને વધુમા વધુ સીમા કરતા 5 વર્ષ અને OBC ઉમેદવાર માટે 3 વર્ષની છુટ આપવામા આવી છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરિક્ષા અથવા સ્કિલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. અરજી કરવા માટે કોઈ ચાર્જ નહિ આપવો પડે.

આ રીતે કરો અરજી:
ઓફલાઈન અરજી કરવા માટે તમારે એક એપ્લીકેશન ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની સેલ્ફ અટેસ્ટિડ કોપી તમારે આ સરનામા પર મોકલવાની રહશે
27 ફિલ્ડ એમ્મનીશન ડિપો, પિન-909427, C/o 56 APO. અરજી તમારે અંતિમ તારીખ પહેલા મોકલવાની રહેશે.

એપ્લીકેશન ફોર્મ તમે પોસ્ટઓફિસ મારફતે મોકલી શકો છો. વધુ જાણકારી માટે અહીંયા ક્લિક કરો.
https://indianarmy.nic.in/writereaddata/documents/27%20FAD%20ENGLISH%20221217.pdf
First published: December 29, 2017, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading