Home /News /business /

કોણ છે અંશુલા કાંત, વર્લ્ડ બેંકમાં જેમને મળી મોટી જવાબદારી

કોણ છે અંશુલા કાંત, વર્લ્ડ બેંકમાં જેમને મળી મોટી જવાબદારી

અંશુલા કાંત

અંશુલા કાંત છઠ્ઠી ડિસેમ્બર, 2018ના રોજ ભારતીય સ્ટેટ બેંક (SBI)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) બન્યા હતા.

    દુનિયાની મોટી સંસ્થાઓમાં ભારતીયોનો દબદબો સતત વધી રહ્યો છે. આ કડીમાં હવે એક નવું નામ અંશુલા કાંતનું ઉમેરાયું છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અંશુલા કાંત વર્લ્ડ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (MD & CFO) તરીકે નિમણૂક પામ્યા છે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ મલ્પાસે આની જાણકારી આપી હતી. મલ્પાસે અંશુલા કાંત અંગે જણાવ્યું કે તેમને ફાઇનાન્સિયલ અને બેન્કિંગ સેક્ટરમાં 35 વર્ષનો લાંબો અનુભવ છે. સ્ટેટ બેંકના સીએફઓ તરીકે તેમણે ખૂબ સારું યોગદાન આપ્યું છે. બેન્કિંગ સેક્ટરમાં ટેક્નોલોજીના સારા ઉપયોગ માટે તેઓ જાણીતા છે.

    કોણ છે અંશુલા કાંત :

    • અંશુલા કાંત છઠ્ઠી ડિસેમ્બર, 2018ના રોજ ભારતીય સ્ટેટ બેંક (SBI)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) બન્યા હતા.

    • આ પહેલા તેઓ એસબીઆઈમાં ડેપ્યુટી એમડી અને સીએફઓ પદ પર કાર્યરત હતા. અંશુલા કાંતનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર, 2020 સુધી છે.

    • અંશુલા કાંત લેડી શ્રીરામ કોલેજ ફોર વિમેનમાંથી ઇકોનોમિક ઓનર્સમાં સ્નાતક થયા છે.

    • દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી તેમણે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી છે.




    વર્લ્ડ બેંકમાં તેમનો રોલ શું હશે :

    અંશુલા કાંત વર્લ્ડ બેંક ગ્રુપના ફાઇનાન્સિયલ અને રિસ્ક મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ મલ્પાસે કહ્યુ કે, આ ખુશીની વાત છે કે અંશુલા કાંતના રૂપમાં વિશ્વની ટોચની બેંન્કિંગ સંસ્થાને એક એવી વ્યક્તિ મળી છે જેનાથી ફક્ત વિશ્વ બેંકને જ નહીં પરંતુ આખી દુનિયાને ફાયદો થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Anshula Kant, David Malpass, Economics, વર્લ્ડ બેંક

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन