Home /News /business /ચોકસીને ભારત લાવવાના પ્રયાસો શરૂ, એન્ટીગુઆને મોકલ્યું પ્રત્યાર્પણ આવેદન

ચોકસીને ભારત લાવવાના પ્રયાસો શરૂ, એન્ટીગુઆને મોકલ્યું પ્રત્યાર્પણ આવેદન

ભારતીય ટીમ શુક્રવારે ત્યાંના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ચોક્સીને ભારતને સોંપી દેવા આવેદન આપ્યું હતું.

ભારતીય ટીમ શુક્રવારે એન્ટીગુઆના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ચોક્સીને ભારતને સોંપી દેવા આવેદન આપ્યું હતું.

    ભારતના ભાગેડું વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે એન્ટીગુઆને આવેદન આપવામાં આવ્યું છે. ચોક્સી પાસે કેરેબિયન રાષ્ટ્રની નાગરિકતા છે. ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક ભારતીય ટીમને થોડા દિવસ પહેલા જ એન્ટીગુઆ મોકલવામાં આવી, આ ટીમે એન્ટીગુઆની સરકારને ચોક્સીને મોકલવા માટે આવેદન પાઠવ્યું હતું. તેઓએ કહ્યું કે ભારતીય ટીમ શુક્રવારે ત્યાંના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ચોક્સીને ભારતને સોંપી દેવા આવેદન આપ્યું હતું.

    ચોક્સી પંજાબ નેશનલ બેંકમાં બે અરબ ડોલરના કૌભાંડના કથિત માસ્ટરમાઇન્ડમાંથી એક છે અને તે ભાગેડું હીરા બિઝનેસમેન્ નીર મોદીનો સંબંધી પણ છે. દેશના સૌથી મોટા કૌભાંડમાંથી એક આ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇ અને ઇડીએ ચોક્સીને વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો છે.

    રિપોર્ટ પ્રમાણે ચોક્સીની નાગરિકતા રોકવા સંબંધિત ભારત તરફથી નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો નહીં જેના કારણે એન્ટીગુઆના અધિકારીઓએ નવેમ્બર 2017માં ત્યાંની નાગરિકતા આપી દીધી હતી.

    બીજી બાજુ સીબીઆઇએ પણ વિદેશ મંત્રાલયને ચોકસીના પ્રત્યાર્પણ માટે પોતાનો અનુરોધ મોકલ્યો હતો. ચોક્સી આ વર્ષે ચાર જાન્યુઆરીએ ભારતથી ભાગી ગયો હતો અને તેણે 15 જાન્યુઆરીએ એન્ટીગુઆમાં આસરો મેળવ્યો હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Antigua, સીબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन