Home /News /business /Indian Economy: એક અંદાજ મુજબ ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, માથાદીઠ આવક પણ વધશે

Indian Economy: એક અંદાજ મુજબ ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, માથાદીઠ આવક પણ વધશે

2030 પહેલા ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

Indian Economy: આગામી દાયકામાં, ભારતમાં $35,000ની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની સંખ્યા પાંચ ગણી વધીને 2.5 કરોડ થવાનો અંદાજ છે. તે સાથેજ ભારતની અર્થવ્યવસ્થા મોટો કૂદકો મારશે.

    Indian Economy Growth: 2030 પહેલા ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એનર્જી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધશે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેનલીએ Why this is India’s decade નામનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મજબૂતી મેળવી રહ્યું છે. રોકાણકારો અને કંપનીઓ માટે સારી તક છે. રિપોર્ટ અનુસાર, સ્થિતિ ખુબજ લાંબા સમયે એકવાર સર્જાય છે. ડેમોગ્રાફિક, ડીજીટલાઇઝેશન, ડીકાર્બોનાઇઝેશન અને ડીગ્લોબલાઇઝેશન હાલમાં ભારતની તરફેણમાં છે. ભારત અત્યારે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમજ અન્ય ચાર સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા, ચીન, જાપાન અને જર્મની છે.

    આ પણ વાંચોઃ Gujarat Assembly Election: તમારા એક વોટ પાછળ સરકારના કેટલા રુપિયા ખર્ચ થાય છે?

    આવકમાં વધારો


    રિપોર્ટ કહે છે કે આગામી દાયકામાં ભારતમાં પરિવારોની સંખ્યા પાંચ ગણી વધીને 2.5 કરોડ થઇ જશે અને જેની વાર્ષિક આવક $35,000 છે. આવકમાં વધારાને કારણે વપરાશમાં પણ વેગ આવશે અને GDP 2031 સુધીમાં બમણી થઈને $7.5 ટ્રિલિયન થઈ જશે. તેથી આગામી 10 વર્ષમાં, તે 10 ટ્રિલિયન ડોલરને પાર કરશે. ભારતની માથાદીઠ સરેરાશ આવક 2031 સુધીમાં $2278 થી વધીને $5242 થશે.


    ભારતમાંથી કામ કરો


    આગામી દાયકામાં, ભારતમાં આઉટસોર્સ કામમાં રોકાયેલા કામદારોની સંખ્યા બમણી થઈને 110 મિલિયન થવાની ધારણા છે. આઉટસોર્સિંગ પરનો ખર્ચ 2030 સુધીમાં US$180 બિલિયનથી વધીને US$500 બિલિયન થવાની ધારણા છે. તેની અસર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર જોવા મળશે. રિપોર્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની પણ વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કલ્યાણકારી યોજનાઓ માટે લાભાર્થીઓને કરવામાં આવતી સીધી ચૂકવણીમાં કોઈપણ અનિયમિતતાને દૂર કરી દીધું છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Economy, India economy, India GDP

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन