ભારત-પાક મેચ પર 100 કરોડનો સટ્ટો, જાણો કોની પર કેટલો દાવ

News18 Gujarati
Updated: June 16, 2019, 3:09 PM IST
ભારત-પાક મેચ પર 100 કરોડનો સટ્ટો, જાણો કોની પર કેટલો દાવ
ભારત પર લાગ્યો મોટો દાવ, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા પર કેટલો લાગ્યો સટ્ટો

ભારત પર લાગ્યો મોટો દાવ, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા પર કેટલો લાગ્યો સટ્ટો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપ 2019 (ICC Cricket World Cup 2019)માં આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મહામુકાબલો ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાનારી મેચ પહેલા દિલ્હી-એનસીઆરમાં ગેરકાયદેસર સટ્ટા બજાર 100 કરોડની પાર ચાલી ગયું. સટ્ટેબાજોનું ફરીદાબાદ, ગાજિયાબાદ, નોઇડા અને ગુરુગ્રામ જેવા દિલ્હીની પાસે આવેલા વિસ્તારોમાં નેટવર્ક ખૂબ મજબૂત માનવામાં આવે છે અને તેનો સંબંધ અંડર વર્લ્ડ સિન્ડિકેટ સાથે જોડાયેલો કહેવાય છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મધુર વર્માએ આઇએએનએસને જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને અમારી સટ્ટાબાજો પર બાજ નજર છે. અમે દરેક રીતે તેમના પર ધ્યાન રાખી રહ્યા છીએ. અમે ફાઇવ સ્ટાર હોટલો, ગેસ્ટ હાઉસ, ખાસ કરીને કરોલ બાગ અને જૂની દિલ્હીના વિસ્તારોમાં કડક નજર રાખી રહ્યા છીએ. કારણ કે આ વિસ્તાર મોટા સટ્ટાબાજોની નજરમાં રહે છે. આ સટ્ટાબાજોનું નેટવર્ક ઘણું મજબૂત હોય છે જેને પકડવું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ અમે અમારું કામ કરીએ છીએ. પોલીસે પહેલા કેટલાક મોટા સટ્ટાબાજોને પકડ્યા હતા તેમની પાસે અઘરા ઇન્ટરનેટ સોફ્ટવેર હતા જે સટ્ટેબાજી માટે ફોન સાથે જોડાયેલા હતા.

સટ્ટા બજારમાં ભારતનો પક્ષ ભારે, ભારત પર 60 ટકા દાવ

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે સટ્ટા બજારમાં ભારતનો પક્ષ ભારે છે. બીજી તરફ, સટ્ટો માત્ર મેચના પરિણામ પર નહીં પરંતુ એક-એક ઓવર, એક-એક બોલ, કોણ કેટલા રન કરશે, કોણ કેટલી વિકેટ લેશે તેની ઉપર પણ લાગે છે. સટ્ટેબાજના હવાલાથી જણાવ્યું કે આ સટ્ટામાં 60 ટકાથી વધુ દાવ ભારતની જીત પર છે.

ભારતીય પ્લેયર્સને લઈને આધાર કિંમત નક્કી

ભારતીય પ્લેયર્સને લઈને આધાર કિંમત નકકી છે, ઉદાહરણ રૂપે જસપ્રીત બુમરા માટે 15 રૂપિયા અને મોહમ્મદ આમિર માટે 6 રૂપિયા. બેટ્સમેનો ઉપર પણ દાવ લગાવવામાં આવે છે કે કોણ અડધી સદી કરશે અને કોણ સદી. ઉદાહરણ તરીકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા, અને પાકિસ્તાન માટે બાબર આઝમ અને ફખર જમનની ઉપર દાવ છે.
First published: June 16, 2019, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading