Home /News /business /

મોદી અને ટ્રમ્પ વચ્ચે વધી મિત્રતા, આમ આદમીની જરૂરી ચીજવસ્તુ થઇ શકે સસ્તી!

મોદી અને ટ્રમ્પ વચ્ચે વધી મિત્રતા, આમ આદમીની જરૂરી ચીજવસ્તુ થઇ શકે સસ્તી!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એક મોટો ઝાટકો આપ્યો છે, પણ ફરી પરિસ્થિતિ બદલાઇ શકે છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એક મોટો ઝાટકો આપ્યો છે, પણ ફરી પરિસ્થિતિ બદલાઇ શકે છે

  ન્યૂઝ18 ગુજરાતી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ ભારતને 44 વર્ષ પહેલાં મળેલી બિઝનેસ વરીયતાનો દરજ્જો પાછો લઇ લીધો છે. આપને જણાવી દઇએ કે અમેરિકાને 5.6 અરબ ડોલરનાં ભારતીય નિકાસ માટે પ્રેફરેંશલબેનેફિટ્સ પાછા લેવાનો અર્થ એવો નથી કે, GSP સ્કીમ પૂર્ણ થઇ ગઇ છે. જો US તેને ફરી શરૂ કરી આપે છે તો આમ આદમીની જીવન જરૂરિયાતની કેટલીયે વસ્તુઓ પાછી સસ્તી થઇ જશે. જે GSP લાગ્યા બાદ મોંઘી થઇ ગઇ હતી.

  ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા સમાચાર મુજબ, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકાએ પહેલાં પણ બીજા દેશોની સાથે આવું જ કર્યું છે પહેલાં જીએસપી પરત લઇ લીધી પછી તેને ફરી લાગુ કરી દીધું. એક્સર્ટની માનીયે તો, આપણે એવું ન માનવું જોઇએ કે અમેરિકાએ ભારત માટે GSP પૂર્ણ કરી દીધી છે. અન્ય દેશો સાથેનો USનો વ્યવહાર જોઇએ તો માલૂમ થશે કે એક વખત GSP પરત લીધા બાદ તેને પરત પણ કરી દેવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે, ભારત તેને તેમનાં માર્કેટમાં ચોક્કસ એક્સેસ આપવા મામલે આશ્વસ્ત નહોતુ કરી રહ્યું. તેથી GSP પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  આ પહેલાં આ દેશોની GSP અમેરિકાએ પરત લઇ પાછી આપી છે
  અમેરિકાએ પહેાલં આર્જેંટિના, લાઇબેરિયા અને મ્યાંમાર જેવાં દેશોથી GSP પરત લઇ લીધી હતી જે બાદમાં તેમને પાછી પણ આપી દેવામાં આવી છે. આ દેશોનાં કિસ્સામાં US દ્વારા કહેવામાં આવ્યું કે, માર્કેટ એક્સેસ મામલે તેમને પર્યાપ્ત સુધારો કર્યો છે. તેથી તે GSP પરત કરે છે. અધિકારીઓનાં જણાવ્યા મુજબ, અમેરિકા થોડા દેશો માટે GSP પરત કરી ચૂક્યુ છે તો તેણે આર્જેન્ટિનાની આ સુવિધા બંધ કરી દીધી છે. પણ તે બાદમાં તેને GSP આપવાનો નિર્ણય કર્યો હતો.

  ભારત-US વચ્ચે ટ્રેડ પેકેજ અંગે વિચારણા
  ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ પેકેજને લઇને વાતચીત ચાલુ છે. GSP તેમાં અહમ હિસ્સો હતો. અમેરિકાનાં GSP પરત લેવાનાં એલાન બાદ આ વાતચીત તૂટી ગઇ હતી. ભારતે અમેરિકાનાં GSP પરત લેવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમને દેશહિતની રક્ષાની વાત કરી હતી. સાથે જ ભારત તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાની સાથે સંબંધ મજબૂત બનાવવા પર ધ્યાન રાખશે. અને હાજર વિવાદોને હલ કરવાનાં પ્રયાસ કરશે. તે સાથે જ ભારતે ફરીથી 29 અમેરિકન સામાન પર ટેરિફ વધારવાની સમય સીમા વધારી 16 જૂન કરી દીધી છે.

  બંને દેશોનાં હિત માટે વચ્ચે સંતુલન સાધના જરૂરી: એક્સપર્ટ
  ભારતે હજુ સુધી સ્પષ્ટ કર્યુ નથી કે શું તે GSPને લાગુ કરવાની માંગ કરશે? અધિકારીઓએ જણાવ્યું કે, 'અમે આ વિશે વિચારીશું, અમને માલૂમ છે કે, અમેરિકા શું ઇચ્છે છે. કેટલાંક એવાં કિસ્સા પણ છે જેમાં અમે દેશહિત મામલે કોઇ જ બાંધછોડ નહીં કરીએ. આપણે બંને દેશોનાં હિત વચ્ચે સંતુલન સાધવું પડશે. અન્ય એકઅધિકારીએ જણાવ્યું કે, અમેરિકાએ ભારતમાં મેડિકલ ડિવાઇઝનાં ભાવ સીમિત કરવા પર સવાલ ઉઠાવ્યો છે. પણ દેશમાં લોકોને વ્યાજબી ભાવ પર સ્વાસ્થ્ય સેવાઓ આપવી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણે બંને દેશો વચ્ચે તાલમેળ રાખવો પડશે.

  આ સેક્ટર પર થશે અસર
  તેનાંથી સૌથી વધુ અસર ઓટો અને ટેક્સટાઇલ સેક્ટર પર પડવાની આશંકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભારતે અમેરિકાને પોતાનાં બજારમાં તક સમાન અને તર્કપૂર્ણ પહોંચ આપ્યાનું આશ્વાસન આપ્યુંનથી. આ કારણે તેમને પ્રેફરેંશિયલ ટેરિફ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મેનાં પહેલાં અઠવાડિયામાં લાગૂ થવાનો હતો. પણ પછી ટ્રમ્પ સરકારે ભારતમાં નવી સરકાર આવવા સુધી નિર્ણય ટાળ્યો હતો હવે 5 જૂનથી આ નવો નિર્ણય લેવામાં આવશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Donald trump, Union Budget 2019, US, ભારત

  આગામી સમાચાર