Home /News /business /જો બેંક જ ડૂબી જાય તો? મહેનતની કમાણીના રૂપિયામાંથી કેટલું વળતર મળશે! આ રહ્યોં જવાબ
જો બેંક જ ડૂબી જાય તો? મહેનતની કમાણીના રૂપિયામાંથી કેટલું વળતર મળશે! આ રહ્યોં જવાબ
8. બેન્કોની રજા અંગેની જાહેરાત (Bank Holidays in April 2023) - એપ્રિલમાં બેંકોને કુલ 15 દિવસની રજાઓ રહેશે. આમાં તહેવારો, વર્ષગાંઠો અને વિકેન્ડની રજાઓનો સમાવેશ થાય છે. આ વખતે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે. આ વખતે એપ્રિલમાં આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ઈદ-ઉલ-ફિત્ર સહિત અન્ય ઘણા તહેવારો પર બેંકો બંધ રહેશે. આ સિવાય કુલ સાત દિવસ વીકએન્ડની રજાઓ આવી રહી છે. આમ બેન્કો ક્યારે બંધ રહેશે તે બાબત પર ધ્યાન આપવાનુ રહેશે.
અમેરિકામાં બેંકો ડૂબ્યા બાદ ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે જો બેંક ડૂબી જશે તો તેમના પૈસાનું શું થશે? શું તમે જાણો છો કે બેંક ડૂબી જાય તો પણ તમારા પૈસા એક મર્યાદા સુધી સુરક્ષિત રહે છે. જાણો કયા દેશમાં બેંક ડિપોઝીટ પર કેટલી સુરક્ષા ઉપલબ્ધ છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક સપ્તાહમાં 3 મોટી બેંકો ડૂબી ગઈ છે. SVB ફાઇનાન્શિયલ ગ્રૂપ અને સિલ્વરગેટ કેપિટલ કોર્પ પછી, હવે સિગ્નેચર બેંકને પણ ન્યૂયોર્ક સ્ટેટ ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવામાં આવી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) અનુસાર, 2001 થી અત્યાર સુધીમાં 563 યુએસ બેંક નિષ્ફળ નીવડી છે. આ દિવસોમાં અમેરિકાની અચાનક ડૂબી ગયેલી બેંકોએ આપણને 2008ની આર્થિક કટોકટી યાદ અપાવી છે. બેંકિંગ સિસ્ટમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવા સમયે ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે જો બેંક ડૂબશે તો પણ ગ્રાહકો પર તેની શું અસર થશે અને તેમને શું મળશે? શું તમે જાણો છો કે બેંક તૂટી જાય તો પણ તમારા પૈસા એક મર્યાદા સુધી સુરક્ષિત રહે છે. જાણો કયા દેશમાં બેંક ડિપોઝીટ પર કેટલી સુરક્ષા ઉપલબ્ધ છે.
ભારતમાં બેંક પતન અથવા નાદારી થવાના કિસ્સામાં થાપણદારને એકમાત્ર રાહત મળે છે તે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે ડીઆઈસીજીસી (ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) દ્વારા આપવામાં આવતું વીમા કવચ છે. હવે DICGC હેઠળ વીમા કવચ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો, જે બેંક એકાઉન્ટમાં તમારા પૈસા જમા છે તે ડૂબી જશે તો તમને 5 લાખ રૂપિયા પાછા મળશે, પછી ભલે ખાતામાં જમા રકમ 5 લાખ રૂપિયાથી વધુ હોય.