2050 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત : સ્ટડી

2050 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત : સ્ટડી

આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે 2030 સુધી ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જાપાનને પાછળ રાખીને 2050 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારતથી આગળ પ્રથમ નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હશે. લેન્સેંટના એક મેડિકલ જર્નલની (Lancent Medical Journal)સ્ટડીમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે. આ જર્નલમાં દુનિયાભરના દેશોમાં કામ કરનાર વસ્તી વિશે સ્ટડી કરવામાં આવી છે. 2017માં ભારત દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. તેને આધાર માનતા આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે 2030 સુધી ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2030માં ભારતની આગળ અમેરિકા, ચીન અને જાપાન રહેશે. વર્તમાનમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ફ્રાન્સ અને બ્રિટન પણ ભારત કરતા આગળ છે.

  કેન્દ્ર સરકારનો અંદાજ પણ કઇ આ પ્રકારે છે. નીતિ આયોગના ચેરમેન રાજીવ કુમારે (Rajiv Kumar)આ વર્ષે મે માં કહ્યું હતું કે 2017 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જોકે કોરોના વાયરસ મહામારી અને અર્થવ્યવસ્થા પર પડી રહેલા પ્રભાવના કારણે વર્તમાન અંદાજ ઓછો આશાવાદી જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો - એક એવું શહેર, જ્યાં જઈને ‘કિસ’ કરો તો 15 વર્ષો માટે ચમકી જાય છે નસીબ!

  ગત વર્ષે ડિસેમ્બરમાં જાપાનના સેન્ટર ફોર ઇકોનોમિક રિસર્ચે (Center for Economic Research, Japan) પોતાના એક રિસર્ચમાં કહ્યું હતું કે 2029 સુધી જાપાનને પછાડી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જાપાનનો આ અંદાજ કોરોના વાયરસ મહામારી પહેલાનો હતો. વર્તમાન મહામારીના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 2025 સુધી ભારતના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં લેટ થઈ શકે છે.
  Published by:Ashish Goyal
  First published: