EY Awards: રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણીએ કહ્યું- ભારતીય ઉદ્યમીઓ માટે જોવા મળી રહી છે અવસરોની સુનામી

EY Awards:રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણીએ કહ્યું- ભારતીય ઉદ્યમીઓ માટે જોવા મળી રહી છે અવસરોની સુનામી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL) CMD મુકેશ અંબાણીએ EY Awards દરમિયાન કહ્યું કે- આપણે આવનાર દશકોમાં દુનિયાની ત્રણ શીર્ષ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ શકીએ છીએ. આપણી પાસે લક્ષ્યને મેળવવાની પુરી ક્ષમતા છે

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL)ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ (CMD Mukesh Ambani)અર્નસ્ટ એન્ડ યંગ એન્ટરપ્રન્યોર ઓફ ધ યર એવોર્ડ (EY Awards) દરમિયાન કહ્યું કે ભારતમાં હાલના સમયે અને ભવિષ્યમાં મને ઉદ્યમીઓ માટે અવસરોની સુનામી જોવા મળી રહી છે. તેમણે આ વિશ્વાસના બે મહત્વના કારણ બતાવ્યા છે. તેમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ભારતનું ભવિષ્ય સંવારવામાં ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાની વકાલત કરે છે. દેશના બધા ઉદ્યમીઓએ તેમની આ વાતનું સ્વાગત કરવું જોઈએ. આપણે પાસે આજે દેશની અર્થવ્યવસ્થાને (Indian Economy)બદલવા માટે નવી ટેકનિકની ક્રાંતિકારી તાકાત ઉપલબ્ધ છે.

  ભારત દુનિયાની ત્રણ શીર્ષ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન બનાવશે

  આરઆઈએલના સીએમડી મુકેશ અંબાણીએ કહ્યું કે નાના, મધ્યમ અને મોટા ઉદ્યમોને 1.3 અબજ લોકોના સારા જીવનની ઇચ્છા પુરી કરવાની તક ક્યારેક ક્યારેક જ મળે છે. આપણે આવનાર દશકોમાં દુનિયાની ત્રણ શીર્ષ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ શકીએ છીએ. આપણી પાસે લક્ષ્યને મેળવવાની પુરી ક્ષમતા છે. સ્વચ્છ ઉર્જા, શિક્ષા, સ્વાસ્થ્ય ક્ષેત્ર, લાઇફસાઇંસેસ, બાયો ટેકનોલોજી અને વર્તમાન કૃષિ, ઉદ્યોગ અને સર્વિસ ક્ષેત્રમાં ફેરફારના કારણે આપણી સામે અપ્રત્યાશિત અવસર ઉપલબ્ધ છે. ભારતીય ઉદ્યમી વૈશ્વિક ગુણવત્તા સાથે વધારે પ્રતિસ્પર્ધી લાગત પર સ્થાનીય બજારની જરુરિયાત પુરા કરવામાં સક્ષમ છે.

  આ પણ વાંચો - ક્રૂડના ભાવ હજુ વધે તેવી દહેશત, આ વખતે છે અજીબ પ્રકારનું કારણ

  ભારતીય ઉદ્યમીઓ માટે ખુલી ચૂક્યા છે આખી દુનિયાના બજાર

  મુકેશ અંબાણીએ કહ્યું કે પ્રતિસ્પર્ધી લાગત પર શાનદાર ગુણવત્તાવાળા પ્રોડક્ટસ તૈયાર કરવાની ક્ષમતાના કારણે આખી દુનિયાનું બજાર ભારતીય ઉદ્યમીઓ માટે ખુલી ગયું છે. આપણે પહેલા ઘરેલું બજારની જરૂરિયાતને પુરી કરવી જોઈએ. આ પછી વૈશ્વિક બજાર તરફ જવું જોઈએ. તેમણે કહ્યું કે આપણો દેશ વૈશ્વિક આર્થિક વુદ્ધિ અને ફેરફારોનું કેન્દ્ર બનનાર છે. ભારતનું વૈશ્વિક સ્તર પર આગળ વધવાનું પહેલા જ શરૂ થઇ ગયું છે. આપણે આર્થિક, લોકતાંત્રિક, રાજનયિક, રણનીતિક, સાંસ્કૃતિક તાકાત તરીકે ઘણા આગળ વધી ગયા છીએ. આટલું જ નહીં ભારત ડિજિટલ અને ટેકનોલોજી પાવર તરીકે પણ ઝડપથી ઉપર આવી રહ્યું છે.

  મારી પેઢીના ઉદ્યમીઓ કરતા ઘણી મોટી સફળતાની કહાની લખશો

  મુકેશ અંબાણીએ કહ્યું કે અસફળ થવા પર ગભરાશો નહીં કારણ કે નિષ્ફળતા પછી જ સફળતા આવે છે. મને એક ઉદ્યમી તરીકે વિશ્વાસ છે કે તમારા બધામાં સફળતાનો સ્વાદ ચાખવા માટે અથાક પ્રયત્ન કરવાનું સાહસ અને પ્રતિબદ્ધતા છે. તેથી હું પુરી રીતે આશ્વત છું કે તમે બધા મારી પેઢીના ઉદ્યમીઓના મુકાબલે દેશ માટે ઘણી મોટી સફળતાની કહાની લખશો. આ દરમિયાન તેમણે આ વર્ષના ધણા ઇવાઇ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પણ આપ્યા હતા.

  (ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
  Published by:Ashish Goyal
  First published: