શેરબજારમાં પૈસા લગાવનાર લોકો માટે Big News: 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ

શેરબજારમાં પૈસા લગાવનાર લોકો માટે Big News: 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ
પ્રતિકાત્મક તસવીર

હવે શેર રોકાણકારના ડિમેટ એકાઉન્ટમાં જ રહેશે. બ્રોકર તેનો દુરઉપયોગ નહીં કરી શકે.

 • Share this:
  નવી દિલ્હી : શેર બજારમાં 1 સપ્ટેમ્બરથી સામાન્ય રોકાણકારો માટે માર્જિનના નવા નિયમ લાગુ થઈ રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, બ્રોકર તરફથી મળતા માર્જિનનો લાભ હવે રોકાણકાર નહીં ઉઠાવી શકે. જેટલા પૈસા તે અપફ્રન્ટ માર્જિન તરીકે બ્રોકરને આપશે, એટલાના જ શેર ખરીદી શકશે. શેરબજાર રેગ્યુલેટર સેબીએ માર્જિન ટ્રેડિંગને નવી રીતે નક્કી કર્યું છે. હવે પ્લેઝ સિસ્ટમમાં રોકાણની બૂમિકા ઓછી અને બ્રોકરેજ હાઉસની વધારે હતી. તેજ ગણા કામ રોકાણકાર તરફથી કરી લેતા હતા. નવી સિસ્ટમમાં શેર તમારા એકાઉન્ટમાં જ રહેશે અને ત્યાંજ ક્લિયરિંગ હાઉસ પ્લેઝ માર્ક કરી દેશે. આના કારણે હવે બ્રોકરના એકાઉન્ટમાં સ્ટોક્સ નહીં જાય. માર્જિન નક્કી કરવાનો અધિકાર તમારા હાથમાં રહેશે.

  તો જોઈએ આની સાથે જોડાયેલી તમામ વાતો  - બ્રોકર્સ માટે રોકાણકાર પાસેથી માર્જિન અપફ્રન્ટ લેવાનું ફરજિયાત થયું
  - ક્લાઈન્ટના પાવર ઓફ એટર્ની પર રોક લાગશે
  - બ્રોકર્સ પાસે હવે ક્લાઈન્ટના ટ્રાન્જેક્શનનો અધિકાર રહેશે
  - માર્જિન પ્લેઝ થવા પર પણ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ નહીં થાય
  - માર્જિન લેનાર રોકાણકાર અલગથી માર્જિન પ્લેઝ કરી શકશે.
  - પહેલા માર્જિન અપફ્રન્ટ લેવાનું ફરજિયાત હતું
  - નવા નિયમ હેઠળ રોકાણકારે ઓછામાં ઓછુ 30 ટકા માર્જિન અપફ્રન્ટ આપવું પડશે
  - કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિનની જરૂરત રહેશે
  એક્સકોર્ટ સિક્યોરિટીએ નવા નિયમ વિશે જણાવ્યું
  1 - હવે કેશ સેગમેન્ટમાં માર્જિન ફરજિયાત છે.
  2 - હવે અગ્રીમ માર્જિન કોઈ પણ રૂપે ફરજિયાત હશે, પછી તમે ભલે ઈન્ટ્રાડેમાં અથવા ડિલિવરીમાં વ્યાપાર કરો. ડિલિવરીના વેચાણમાં પણ વ્યાપાર માટે અગ્રીમ માર્જિનની આવશ્યકતા હશે
  3 - જો શેરનું Early પે ઈન એજ દિવસે કરવામાં આવે છે, તો શેરના વેચામ માટે માર્જિન પુર્તી તરીકે માનવામાં આવશે. Early પે ઈન, તે શેર માટે જે અમારી પાસે છે અથવા POA માં છે, કરવા માટે અમારા તરફથી પૂર્ણ પ્રયાસ કરાશે.
  4 - બીટીએસટી ટ્રેડ્સ માટે, ખરીદવા અને વેચવા, બંને તરફ માર્જિનની આવશ્યકતા હશે
  5 - T દિવસ પર પર્યાપ્ત માર્જિન ઉપલબ્ધ નહી થવા પર માર્જિન પેનલ્ટી લગાવવામાં આવશે. ભલે ડેબિટની સામે પૂર્ણ રાશી T + 1 દિવસ પર ચૂકવણી કરવામાં આવી હોય, પરંતુ T દિવસ પર માર્જિન ઓછી રહી તો પેનલ્ટી લાગશે.
  6 - ટ્રેડિંગ ડેના લેઝર બેલેન્સ (ટ્રેડ ડે - 1 દિવસનું માર્જિન ઓછુ કર્યા બાદ) + હેયર કટ બાદ પ્લેઝ કરવામાં આવેલા શેર (અમારી સાથે પ્લેઝ)ના મૂલ્ય પર ટ્રેડિંગ એક્સપોઝરની મંજૂરી નહીં હોય.
  7 - પીઓએ હેઠળ ગ્રાહકોના ડીપી ખાતામાં પડેલા શેર પર એક્સપોઝરની મંજૂરી નહીં હોય.
  8 - વેચવામાં આવેલા શેરના મૂલ્ય પર ટી અને ટી-1 દિવસ પર એક્સપોઝરની મંજૂરી નહીં હોય. આ ટી-2 પર અથવા વાસ્તવિક ચૂકવણી દિવસ પર આપવામાં આવશે.
  9 - તે પ્લેઝ શેર જેના પર માર્જિન 100 ટકા છે અને illiquid શેર પર એક્સપોઝર નહી આપવામાં આવે.
  10 - જો કોઈ ગ્રાહક 1 વર્ષ સુધી વ્યાપાર નથી કરતો તો, તેને ફરી કેવાયસી પૂરી કરવાની આવશ્યતા રહેશે. જેથી એ સુનિશ્ચિત કરે કે, આ પહેલા તમારા ખાતામાં ઓછામાં ઓછું એક વખત ટ્રેડ કરવું પડશે.

  (1) બદલાઈ જશે માર્જિન સાથે જોડાયેલા નિયમ - શેરબજારમાં પૈસા લગાવનાર જાણે છે કે, માર્જિન બે પ્રકારની હોય છે. એક તો કેશ માર્જિન (તમે જેટલા પૈસા બ્રોકરને આપ્યા છે, તેમાં કેટલું સરપ્લસ છે, તેટલાનું જ ટ્રેડિંગ તમે કરી શકો છો) બીજુ સ્ટોક માર્જિન ( આ પ્રક્રિયામાં બ્રોકરેજ હાઉસ તમારા ડિમેટ એકાઉન્ટથી સ્ટોક્સ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે અને ક્લિયરિંગ હાઉસ માટે પ્લેઝ માર્ક થઈ જાય છે.) આ સિસ્ટમમાં જો કેશ માર્જિનની ઉપર ટ્રેડિંગમાં કોઈ નુકશાન થાય છે તો, ક્લિયરિંગ હાઉસ પ્લેઝ માર્ટ માટે સ્ટોકને વેચીને રાશી વસૂલ કરી શકે છે.

  2 - નવા નિયમમાં શું થશે - સેબીએ માર્જિન ટ્રેડિંગને નવી રીતે નક્કી કર્યું છે. અત્યાર સુધી પ્લેઝ સિસ્ટમાં રોકાણની ભૂમિકા ઓછી અને બ્રોકરેજ હાઉસની વધારે હતી. આ સિવાય અનેક કામ રોકાણકાર તરફથી કરી લેવામાં આવતા હતા. નવા સિસ્ટમમાં શેર તમારા એકાઉન્ટમાં જ રહેશે અને ત્યાંજ ક્લિયરિંગ હાઉસ પ્લેઝ માર્ક કરી દેશે. તેનાથી બ્રોકરના એકાઉન્ટમાં શેર નહીં જાય. માર્જિન નક્કી કરવાનું તમારા અધિકારમાં રહેશે.

  3 - સામાન્ય રોકાણકારોને થશે સીધો ફાયદો - કાર્મી વાળા મામલાના કારણે સેબીએ નવા નિયમ લાવવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્લેઝ કરવામાં આવતા શેરને ટ્રાન્સફર ઓફ ટાઈટલ (ઓનરશિપ)ને લઈ પ્રોબલમ હતા. કેટલાક બ્રોકર્સે તેનો દુરઉપયોગ કર્યો. હવે શેર રોકાણકારના ડિમેટ એકાઉન્ટમાં જ રહેશે. બ્રોકર તેનો દુરઉપયોગ નહીં કરી શકે.
  Published by:kiran mehta
  First published:August 31, 2020, 17:28 pm