ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે નવો પ્લાન તૈયાર! ઇ-કોમર્સ કંપનીઓએ જણાવી પડશે આ વાત

News18 Gujarati
Updated: June 19, 2020, 1:24 PM IST
ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે નવો પ્લાન તૈયાર! ઇ-કોમર્સ કંપનીઓએ જણાવી પડશે આ વાત
હવેથી ગ્રાહક નિર્ણય લઈ શકશે કે તે ભારતમાં બનેલો સામાન ખરીદવા માંગે છે કે નહીં

હવેથી ગ્રાહક નિર્ણય લઈ શકશે કે તે ભારતમાં બનેલો સામાન ખરીદવા માંગે છે કે નહીં

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ સંઘર્ષ (India-China Tension)થી ભારતીયોમાં ગુસ્સો વધી ગયો છે. તેઓએ હવે ચીની સામાનને સમગ્રપણે બહિષ્કાર કરવાનું નક્કી કરી દીધું છે. સામાનનો બહિષ્કાર માત્ર ઓફલાઇન બજારો સુધી સીમિત નહીં રહે પરંતુ ઓનલાઇન પણ કરવામાં આવશે. તેના માટે સરકાર એક નવો પ્લાન બનાવી રહી છે. ભારત સરકાર ઈ-કોમર્સ કંપનીઓ (E-Commerce Companies) માટે એક નવો પ્લાન બનાવવાનું વિચારી રહી છે જેમાં તેમણે પોતાના પ્લેટફોર્મ પર વેચાતી કોઈ પ્રોડક્ટ પર એ લખવું પડશે કે તે દેશમાં બની છે કે નહીં.

ભારત સરકાર હકીકતમાં ચીનથી વધતા આયાતને ઓછો કરવા માટે આ પગલું ઉઠાવી રહી છે. ભારતની ઇ-કોમર્સ પોલિસીમાં એવી જોગવાઈ જોડી શકાય છે. આ પોલિસી હાલ ભારત સરકારના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ ETને જણાવ્યું કે અમે ઇ-કોમર્સ કંપનીઓ માટે એ જરૂરી બનાવી રહ્યા છીએ કે તેઓ દરેક પ્રોડક્ટ પર એવું લખે કે તે ભારતમાં બની છે કે નહીં. અમે હકીકતમાં આવી જોગવાઈને કડક રીતે લાગુ કરવા માંગીએ છીએ. તેનાથી દેશમાં સસ્તા ચીની આયાતને રોકવામાં મદદ મળશે.

ગ્રાહક નિર્ણય લઈ શકશે કે તેઓ ભારતમાં બનેલો સામાન ખરીદવા માંગે છે કે નહીં

ચીનના ટ્રેડ સરપ્લસ હાલમાં 47 અબજ ડૉલરની આસપાસ છે. 31 માર્ચ 2020ના સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ પહેલા 11 મહિનામાં આપણે ચીનથી વધુ આયાત કર્યું છે. જ્યારે તેને નિકાસ ઓછી કરવામાં આવી છે. અધિકારીએ એવું પણ જણાવ્યું કે આ પગલું હકીકતમાં મેડ ઇન ઇન્ડીયાને પ્રોત્સાહન આપવાના હિસાબથી મહત્વપૂર્ણ પગલું હશે . અહીં ગ્રાહક એવો નિર્ણય લઈ શકશે કે તે ભારતમાં બનેલો સામાન ખરીદવા માંગે છે કે નહીં.

આ પણ વાંચો, આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’
ભારત સરકારની આ નીતિને ટૂંક સમયમાં પબ્લિક ડોમેનમાં પ્રતિક્રિયા માટે મૂકવામાં આવશે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ સામાન્ય જનતા અને કંપનીઓની ટિપ્પણી તથા ભલામણો માટે વહેલી તકે ઇ-કોમર્સ નીતિના મુસદ્દાને સાર્વજનિક કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો, બુલડોઝરથી ગલવાન નદીના વહેણને પ્રભાવિત કરી રહ્યું છે ચીન, સામે આવી સેટેલાઇટ તસવીરો
First published: June 19, 2020, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading