Home /News /business /Russian Oil : ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને બચાવ્યા 35000 કરોડ, શું ભારત ચાલુ રાખશે ડિસ્કાઉન્ટ પર ખરીદી?

Russian Oil : ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને બચાવ્યા 35000 કરોડ, શું ભારત ચાલુ રાખશે ડિસ્કાઉન્ટ પર ખરીદી?

રશિયા નવેમ્બરના બીજા મહિને ભારતના તેલનું સૌથી મોટું સપ્લાયર રહ્યું છે. (ફાઇલ ફોટો)

Russian crude Oil : વોર્ટેક્સાના માર્કેટ એનાલિટિક્સ ડેટા અનુસાર, રશિયા નવેમ્બરના બીજા મહિને ભારતના તેલનું સૌથી મોટું સપ્લાયર રહ્યું. ભારતે નવેમ્બરમાં રશિયા પાસે પ્રતિદિન 9,09,400 બેરલબી તેલ ખરીદ્યું.

    Russian crude Oil : ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદી કરીને હજારો કરોડ રૂપિયાની બચત કરી છે. ઉપરાંત, તે એવા સમયે ડૉલર આઉટફ્લોના સંદર્ભમાં બચત કરી છે. જયારે સ્થાનિક ચલણ નબળું પડી ગયું છે. યુક્રેન પર હુમલા બાદ રશિયા પર ભૌગોલિક રાજકીય (geopolitical pressure) દબાણ વધવા છતાં ભારતે સ્પષ્ટ કર્યું કે,તે ભારતની જરૂરિયાતોને પ્રાથમિકતા આપશે અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. રશિયામાંથી સસ્તા ક્રૂડની આયાત કરીને ભારતે આ વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં રૂ. 35,000 કરોડની બચત કરી હોવાનો અંદાજ છે.

    ભારત-ચીન સૌથી મોટા ખરીદદાર બન્યા

    યુક્રેન યુદ્ધ પછી લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને રશિયાએ તેના સૌથી મોટા બજાર યુરોપ બાદ તેના પરંપરાગત બજાર એશિયામાં તેલનો પુરવઠો વધારવાનું શરૂ કર્યું. રશિયાથી સસ્તું તેલ મળી રહ્યું હોવાથી આ તેલની ઓફરનો લાભ લઈને ભારત અને ચીન રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર બની ગયા છે.

    ક્રિસિલ (Crisil)ના ડાયરેક્ટર-રિસર્ચ હેતલ ગાંધી (Hetal Gandhi)એ જણાવ્યું હતું કે, છેલ્લા નાણાંકીય વર્ષમાં રશિયા ભારતની ઓઇલ ઈમ્પોર્ટ બાસ્કેટ (oil import basket)માં તેલની આયાતનો માત્ર 2 ટકા હિસ્સો હતો. તે જ સમયે નાણાંકીય વર્ષ 23ના પ્રથમ છ મહિનામાં રશિયાનો હિસ્સો 20 મિલિયન ટનની કુલ આયાતમાં 16 ટકા હતો, જે 32 લાખ ટનની બરાબર છે.

    આ પણ વાંચો: શેરબજારમાં આજે અફરાતફરી મચી ગઈ, સેન્સેક્સ 62 હજાર નીચે તો નિફ્ટી 18,500 નીચે પટકાઈ

    રશિયા બન્યું ભારતનું સૌથી મોટું સપ્લાયર

    વોર્ટેક્સાના માર્કેટ એનાલિટિક્સ ડેટા અનુસાર, રશિયા નવેમ્બરના બીજા મહિને ભારતના તેલનું સૌથી મોટું સપ્લાયર રહ્યું. ભારતે નવેમ્બરમાં રશિયા પાસે પ્રતિદિન 9,09,400 બેરલબી તેલ ખરીદ્યું. Refinitiv અને વેપારીઓના ડેટાના આધારે રોઇટર્સની ગણતરી દર્શાવે છે કે, નવેમ્બરમાં ભારતે દરિયાઇ માર્ગે નિકાસ કરેલ રશિયન તેલ (Russian Urals oil) અન્ય કોઈપણ દેશ કરતાં વધુ છે. જૂનમાં રશિયાથી તેલનો પુરવઠો ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. ત્યારપછી ધીમે ધીમે તેમાં ઘટાડો થયો છે.

    ક્યારે અને કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું?

    ભલે પશ્ચિમી દેશો રશિયન પ્રાઈસ કેપ લાદવા માટે ભારત સાથે જોડાયા હોય, પરંતુ મોસ્કો ભારતને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. ભારતે મે મહિનામાં પ્રતિ બેરલ 16 ડોલરના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી હતી. આ ડિસ્કાઉન્ટ જૂનમાં 14 ડોલર, જુલાઈમાં 12 ડોલર અને ઓગસ્ટમાં 6 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું.

    આ પણ વાંચો: લગ્ન કર્યા વિના 40 વર્ષીય એન્જિનિયરે બે ટ્વીન્સને આપ્યો જન્મ

    G7 દેશો દ્વારા લાદવામાં આવેલી પ્રાઇસ કેપની સફળતા માટે ભારત અને ચીનને સિલિગ માટે સંમત થવું મહત્વપૂર્ણ છે.

    ખરીદી ચાલુ રહેશે

    કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ અનેક પ્રસંગો પર કહ્યું છે કે ભારત દેશના હિતને ધ્યાનમાં રાખીને રશિયન તેલની પ્રાઈસ કેપ મર્યાદાની શક્યતાઓ પર વિચાર કરશે અને દેશના હિત મુજબ પ્રતિક્રિયા આપશે. તેમણે કહ્યું કે, સરકારની ફરજ છે કે તે તેના ગ્રાહકોને ઉર્જાનો પુરવઠો પૂરું પાડવાનું સુનિશ્ચિત કરે.

    HDFC સિક્યોરિટીઝ રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે કહ્યું કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે જ્યાંથી ઇચ્છે ત્યાંથી તેલ ખરીદશે. આ એક સ્પષ્ટ સંદેશ છે કે દેશ પુરવઠા વિશે ચિંતા કરે નહીં.
    First published:

    Tags: Crud Oil Price, Crude oil price, India Russia

    विज्ञापन