Sarkari Naukri: રેલવેમાં એક્ઝિક્યુટિવ અને મેનેજરની 1000થી વધારે જગ્યા, 10મું પાસ માટે પણ છે તક

Sarkari Naukri: રેલવેમાં એક્ઝિક્યુટિવ અને મેનેજરની 1000થી વધારે જગ્યા, 10મું પાસ માટે પણ છે તક
પ્રતીકાત્મક તસવીર

ડીએફસીસીઆઈએલમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, ચકાસણી અને તબીબી પરીક્ષણ પછી કરવામાં આવશે.

  • Share this:
    ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં (DFCCIL) એક્ઝિક્યુટિવ સહિત વિવિધ પોસ્ટ્સ માટે 1074 ભરતી છે. ડી.એફ.સી.સી.આઇ.એલ.એ ભારતીય રેલ્વે હેઠળ આવનારું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. તે દેશના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપક્રમોમાંનું એક છે. ડીએફસીસીઆઈએલ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ જુનિયર મેનેજર, એક્ઝિક્યુટિવ અને જુનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ ભરવાની છે.

    સૂચના મુજબ, 24મી એપ્રિલથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 23મે સુધી અરજીઓ કરી શકાશે. તેની પરીક્ષા જૂનમાં લેવામાં આવે તેવી સંભાવના છે. અરજીઓ ઓનલાઇન કરવાની છે. ઉમેદવારો ડીએફસીસીઆઈએલ વેબસાઇટ https://dfccil.com/ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ડીએફસીસીઆઈએલની ભરતી જાહેરનામાં જણાવાયું છે કે, ખાલી જગ્યાઓની સંખ્યા ઘટી અથવા વધી શકે છે.



    કયા પદ માટે કેટલી જગ્યા

    જુનિયર મેનેજર - 111
    એક્ઝિક્યુટિવ - 342
    જુનિયર એક્ઝિક્યુટિવ - 521

    અરજીની યોગ્યતા

    વિવિધ પદો માટે શૈક્ષણિક યોગ્યતા અલગ અલગ છે. જે માટે અરજદારોને સલાહ છે કે, આવેદન અરજી કરતા પહેલા આખું ભરતી નોટિફિકેશ જરૂર વાંચી લે. ધ્યાન રાખો કે, ઇન્ટરવ્યૂ સમયે શૈક્ષણિક યોગ્યતા ડિગ્રી/પ્રમાણપત્ર પણ રજૂ કરવાના રહેશે.

    COVID-19 in India: કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 3,49,691 નવા કેસ, 2767 દર્દીઓનાં મોત

    વર્ષ મર્યાદા

    એક્ઝિક્યુટિવ - 18-30 વર્ષ
    જુનિયર મેનેજર - 18-27 વર્ષ
    જુનિયર એક્ઝિક્યુટિવ - 18-30 વર્ષ

    Viral: કોરોનાને મ્હાત આપીને ઘરે આવ્યો યુવાન અને લાગી પાંચ કરોડની લોટરી

    ધ્યાનમાં રાખવાની બાબતો

    ડીએફસીસીઆઈએલમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, ચકાસણી અને તબીબી પરીક્ષણ પછી કરવામાં આવશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ બે કે ત્રણ સત્રોમાં લેવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ પરીક્ષા બે કલાકની રહેશે. આમાં 120 ઓબ્જેક્ટિવ ટાઇપ પ્રશ્ન હશે. પ્રશ્નપત્ર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં હશે.

    ઉમેદવારો ખાસ ધ્યાન આપે કે, પરીક્ષામાં નકારાત્મક માર્કિંગ પણ આવશે. ખોટા જવાબો માટે ક્વાર્ટર માર્ક કાપવામાં આવશે. જાહેરનામા મુજબ પરીક્ષામાં ક્વોલિફાઇંગ માર્કસ અલગ અલગ છે. જનરલ કેટેગરી માટે 40% માર્કસ, એસસી, ઓબીસી-એનસીએલ, ઇડબ્લ્યુએસ માટે 30% અને એસટી માટે 25% માર્કસ છે.
    Published by:Kaushal Pancholi
    First published:April 25, 2021, 11:14 am

    ટૉપ ન્યૂઝ