જાન્યુઆરીમાં પણ મોંઘવારી રડાવશે! 8%થી ઉપર પહોંચતા RBI માટે બનશે પડકાર

News18 Gujarati
Updated: January 14, 2020, 7:40 PM IST
જાન્યુઆરીમાં પણ મોંઘવારી રડાવશે! 8%થી ઉપર પહોંચતા RBI માટે બનશે પડકાર
રિટેલ મોંઘવારી દર 7 ટકાથી ઉપર રહી શકે છે

મોંઘવારી દરમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ડુંગળી, બટાકા અને આદુના ભાવમાં તેજી છે

  • Share this:
ભારતીય સ્ટેટ બેન્ક એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ અનુસાર, શાકબાજીના ભાવમાં થયેલા વધારાને જોતા જાન્યુઆરી મહિનામાં સીપીઆઈ પર આધારીત મોંઘવારી 8 ટકાથી ઉપર જઈ શકે છે. પરંતુ, ત્યારબાદ તે નરમ પડશે તેવી આશા છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, માર્ચ સુધી રિટેલ મોંઘવારી દર 7 ટકાથી ઉપર રહી શકે છે. તેને જોતા આરબીઆઈએ મોનેટ્રી પોલિસીમાં વ્યાજદર હાલના સ્તર પર અકબંધ રાખવા પડી શકે છે. તમને જણાવી દઈએ કે, સોમવારે જાહેર થયેલા મોંઘવારી દર 2019માં ઉછળીને 94 મહિનાના ઉચ્ચ સ્તર 7.35 ટકા પહોંચી ગયો. આ તેના આગળના મહિને નવેમ્બરમાં 5.54 ટકા હતો.

શાકભાજીના ભાવ વધવાથી વધી રહી છે મોંઘવારી - મંગળવારે જાહેર એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર ઘટશે નહી તો, આપણે મોંઘવારીની સ્થિતિમાં જઈ શકીએ છીએ. જ્યાં આર્થિક વૃદ્ધિ નબળી રહેવાની સાથે મોંઘવારી દર ઊંચો હોય છે. રિપોર્ટ અનુસાર, મોંઘવારી દરમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ડુંગળી, બટાકા અને આદુના ભાવમાં તેજી છે. આ સિવાય દૂરસંચાર શુલ્કમાં વૃદ્ધિના કારણે મોંઘવારીમાં 0.16 ટકાનો પ્રભાવ પડ્યો છે. આ જોતા, સીપીઆઈ આધારિત મોંઘવારી દર આ મહિને 8 ટકા ઉપર નીકળી શકે છે. જોકે, ત્યારબાદ સ્થિતિમાં સુધારની સંભાવના છે.

મોંઘવારી દરમાં વૃદ્ધિને જોતા રિઝર્વ બેન્ક મોંઘવારી અને વૃદ્ધિના અનુમાનો પર પુનર્વિચાર કરવા માટે બાધ્ય થઈ શકે છે. પરંતુ અમારા વિચારથી પરિસ્થિતિમાં સુધાર આવશે. આનું મુખ્ય કારણ ખપતમાં ઉલ્લેખનીય રૂપે ઘટાડો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિઝર્વ બેન્ક પાસે ડિસેમ્બરમાં નીતિગત દરમાં કટોતીનો સારો અવસર હતો. તે સમયે ઓક્ટોબરમાં મોંઘવારી દર 4.62 ટકા હતો.

આ અનુસાર, ખાદ્ય વસ્તુઓના ભાવમાં જો નરમી નથી આવતી તો, અમે ગતિહીન મોંઘવારીની સ્થિતિમાં જઈ શકીએ છીએ.
First published: January 14, 2020, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading