Home /News /business /

Gold recyclingના ક્ષેત્રમાં ભારત ચોથા ક્રમે, ગત વર્ષે કર્યું આટલા ટન સોનાનું રિસાયક્લિંગ

Gold recyclingના ક્ષેત્રમાં ભારત ચોથા ક્રમે, ગત વર્ષે કર્યું આટલા ટન સોનાનું રિસાયક્લિંગ

ગયા વર્ષે ભારતમાં 75 ટન સોનાનું રિસાયક્લિંગ થયું

ગયા વર્ષે ગોલ્ડ રિફાઇનિંગ અને રિસાયક્લિંગમાં ચીન સૌથી આગળ હતું. તેના માટે તેમાં 168 ટન સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા નંબરે ઇટાલીએ 80 ટન અને ત્રીજા ક્રમે યુ.એસ.એ 78 ટન સોનાનું રિસાયકલ કર્યું હતું.

    સમગ્ર વિશ્વમાં સોનાના રિસાયક્લિંગ મામલે ભારત ચોથા (India at number four in gold recycling) ક્રમે છે. ગયા વર્ષે તેણે 75 ટન સોનાનું રિસાયકલ કર્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે 2013માં ભારતની રિફાઇનિંગ અને રિસાયક્લિંગ ક્ષમતા (India's Refining and Recycling Capacity) માત્ર 300 ટન હતી, પરંતુ 2021માં તે પાંચ ગણી વધીને 1,500 ટન થઈ ગઈ છે.

    જોકે ભારત આ મામલે ચોથા સ્થાને છે, પરંતુ હજુ પણ અહીં ઘરેલુ ગોલ્ડ રિસાઇકલિંગમાં માત્ર 8 ટકા જ છે. બાકીનું સોનું આયાત દ્વારા બહારથી આવે છે. સોનાના ભાવમાં વધ-ઘટ, ભાવનું ભાવિ અનુમાન અને આર્થિક સ્થિતિના કારણે રિસાઇકલિંગમાં તેજી આવી છે. ગયા વર્ષે ગોલ્ડ રિફાઇનિંગ અને રિસાયક્લિંગમાં ચીન સૌથી આગળ હતું. તેના માટે તેમાં 168 ટન સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા નંબરે ઇટાલીએ 80 ટન અને ત્રીજા ક્રમે યુ.એસ.એ 78 ટન સોનાનું રિસાયકલ કર્યું હતું.

    આ પણ વાંચો -ભારતીય શેરબજાર આજે પણ રિકવરી મોડમાં, સેન્સેક્સ 53 હજારને પાર જવાનો અંદાજ

    એક દાયકામાં બદલી તસવીર


    રિપોર્ટ અનુસાર, એક દાયકામાં ભારતની રિફાઇનિંગ અને રિસાઇકલિંગની તસવીર બદલાઇ ગઇ. સરકારે નિયમો કડક કર્યા બાદ સોનાની રિફાઈનિંગ ઘણી સારી રીતે ચાલી રહી છે. સંગઠિત ક્ષેત્રમાં શુદ્ધિકરણની સંખ્યા 2013 માં માત્ર 5થી વધીને 33 થઈ ગઈ છે. જોકે અસંગઠિત ક્ષેત્રની રિફાઇનિંગ ક્ષમતા 300થી 500 ટનની છે. જો કે સરકારે પ્રદૂષણ સાથે જોડાયેલા નિયમોને કડક કર્યા હોવાથી અસંગઠિત ક્ષેત્રમાં ક્ષમતા સતત ઘટી રહી છે.

    ટેક્સનું યોગદાન મહત્વનું


    ટેક્સના માળખામાં સુધારો થવાથી સોનાની રિફાઇનિંગ પણ મજબૂત થઈ છે. સરકારે ક્રૂડ ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટીને રિફાઇન્ડ ગોલ્ડથી અલગ કરી દીધી છે. આ પછી રિફાઇન્ડ ગોલ્ડની નિકાસ અને ક્રૂડ ગોલ્ડની આયાતમાં તેજી આવી હતી. 2013માં ભારતની કુલ આયાતમાં ક્રૂડ ગોલ્ડનો હિસ્સો 7 ટકા હતો, જે હવે વધીને 22 ટકા થઈ ગયો છે.

    આ પણ વાંચો -સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ફટાફટ ચેક કરો આજનો લેટેસ્ટ રેટ

    સરપ્લસ સોનું બજારમાં લાવવાની જરૂર


    વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિજનલ સીઇઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે, જો ભારત તેના બુલિયન સેક્ટરમાં નવા સુધારા લાગુ કરે તો રિફાઇનિંગ સેક્ટરમાં ઘણું આગળ વધી શકે છે. સોનાના મુદ્રીકરણ યોજના દ્વારા સરપ્લસ સોનું બજારમાં લાવવાની જરૂર છે. આનાથી સોનું સસ્તું થશે અને સાથે જ માંગમાં વધારો થશે. રિફાઇનિંગ ક્ષમતા પણ વધારવામાં આવશે.

    રિફાઇનિંગ હબ તરીકે ઉભરી આવવાની સંભાવના


    બુલિયન માર્કેટમાં સુધારાના આગામી તબક્કામાં જો સળિયાની નિકાસ અને જંકના પુરવઠાને સતત વેગ આપવામાં આવે તો ભારત સ્પર્ધાત્મક રિફાઇનિંગ હબ તરીકે ઉભરી આવવાની ક્ષમતા ધરાવે છે. સ્થાનિક રિસાયક્લિંગ બજાર રૂપિયાના ભાવો અને અર્થતંત્રના ચક્રથી ચાલે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    આગામી સમાચાર