Home /News /business /હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષમાં ભારત 90મા સ્થાને, ભારતીયો 58 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકશે

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષમાં ભારત 90મા સ્થાને, ભારતીયો 58 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકશે

પ્રતીકાત્મક તસવીર: Shuterstock

Henley Passport Index: દુનિયામાં સૌથી શક્તિશાળી છે જાપાન-સિંગાપુરનો પાસપોર્ટ, પાકિસ્તાન સૌથી નીચે, જુઓ ગ્લોબલ રેન્કિંગ

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષ (Henley Passport Index) સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની (Travel Friendly Passport) યાદી તૈયાર કરે છે. આ યાદીમાં ભારત (India Passport Ranking) 90મા નંબરના સ્થાન પર આવી ગયું છે કોવિડ-19ના કારણે લગભગ બે વર્ષ બાદ ઈન્ટરનેશનલ વિઝીટર્સ માટે ટ્રાવેલના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષ જાહેર કરવામાં આવ્યો છે.

સૂચકાંક દેશોના પાસપોર્ટને ડેસ્ટીનેશનની સંખ્યા અનુસાર રેન્ક આપે છે. જ્યાં પાસપોર્ટ હોલ્ડર પહેલાના વિઝા વગર યાત્રા કરી શકે છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને (International Air Transport Association) આપેલા આંકડાના વિશ્લેષણના આધાર પર રેન્ક આપવામાં આવે છે.

આ વર્ષે યાદીમાં જાપાન અને સિંગાપોર ટોપ પર છે. જાપાનના પારપોર્ટધારકોને 192 દેશોમાં વિઝા વગર ટ્રાવેલ કરવાની પરવાનગી છે. દક્ષિણ કોરિયા અને જર્મની બીજા સ્થાન પર છે. જાપાન સતત ત્રીજા વર્ષે ટોપ પર રહ્યું છે. તો બીજી તરફ અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, પાકિસ્તાન અને યમન ઓછા પાવરફૂલ છે.

ભારત ગત વર્ષે 84માં સ્થાન પર હતું, હવે તે 90મા સ્થાન પર આવી ગયું છે. ભારતીયો પાસપોર્ટ ધારક ભૂતાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા,મકાઉ, માલદીવ, મ્યાનમાર નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ, કેન્યા, મોરિશસ, સેશેલ્સ, ઝિમ્બાબ્વે, યૂગાન્ડા, ઈરાન અને કતર સહિત 58 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે.

ફર્મના Q4 ગ્લોબલ મોબિલિટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ‘ગ્લોબલ મોબિલિટી ગેપ અત્યાર સુધીના સૌથી વાઈડેસ્ટ પોઈન્ટ પર છે. મહામારીને કારણે પ્રવેશ પર પ્રતિબંધ મુકવાને કારણે અત્યારે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ સાઉથમાં અનેક દેશોએ પોતાની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે નિયમોમાં છૂટછાટ આપી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષમાં અનેક એવા દેશો છે, જે નીચલા સ્તર પર છે અને તેમનું સંપૂર્ણપણ રસીકરણ થઈ ચૂક્યું છે. પરંતુ વિકસિત દેશોએ હજુ સુધી તે દેશોના નાગરિકોના પ્રવેશ માટેનો પ્રતિબંધ દૂર કર્યો નથી.’

વિશ્વના 10 મજબૂત પાસપોર્ટ

>> જાપાન, સિંગાપોર (સ્કોર:192)
>> જર્મની, સાઉથ કોરિયા (સ્કોર:190)
>> ફિનલેન્ડ, ઈટાલી, લૂક્સેમબર્ગ, સ્પેન (સ્કોર:189)
>> ઓસ્ટ્રિયા, ડેન્માર્ક (સ્કોર:188)
>> ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન (સ્કોર:187)
>> બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ (સ્કોર:186)
>> Czech Republic, ગ્રીસ, માલ્તા, નોર્વે, યૂનાઈટેડ કિંગડમ, યૂનાઈટેડ સ્ટેટસ (સ્કોર:185)
>> ઓસ્ટ્રેલિયા, કેનેડા (સ્કોર:184)
>> હંગેરી (સ્કોર:183)
>> લિથુનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા (સ્કોર:182)

આ પણ વાંચો, October 2021 Car Discounts: આ ફેસ્ટીવ સીઝનમાં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, અહીં જાણો ડિટેલ્સ

વિશ્વના 10 ઓછા પાવરફૂલ પાસપોર્ટ

>> ઈરાન, લેબાનોન, શ્રીલંકા, સુડાન (સ્કોર:41)
>> બાંગ્લાદેશ, કોસોવો, લિબ્યા (સ્કોર:40)
>> નોર્થ કોરિયા (સ્કોર:39)
>> નેપાલ, પેલેસ્ટાઈન ટેરેટરી (સ્કોર:37)
>> સોમાલિયા (સ્કોર:34)
>> યમેન (સ્કોર:33)
>> પાકિસ્તાન (સ્કોર:31)
>> સીરિયા (સ્કોર:29)
>> ઈરાક (સ્કોર:28)
>> અફઘાનિસ્તાન (સ્કોર:26)

આ પણ વાંચો, Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

લંડન સ્થિત વૈશ્વિક નાગરિકતા અને રેસિડેન્સ એડવાઈઝરી ફર્મ હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા તૈયાર કરેલ હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષ દુનિયાના તમામ પાસપોર્ટની મૂળ રેન્કિંગ હોવાનો દાવો કરે છે. આ ઈન્ડેક્ષમાં 227 ડેસ્ટીનેશન્સ અને 199 પાસપોર્ટ શામેલ છે.
First published:

Tags: Henley Passport Index, Singapore, જાપાન, પાસપોર્ટ, ભારત