ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકઃ એક મિનિટથી ઓછા સમયમાં ખુલશે ખાતુ

News18 Gujarati
Updated: September 1, 2018, 8:08 PM IST
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકઃ એક મિનિટથી ઓછા સમયમાં ખુલશે ખાતુ
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ પેમેન્ટ બેંકનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી આ નવા બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને આની શરુઆત કરી છે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ પેમેન્ટ બેંકનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી આ નવા બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને આની શરુઆત કરી છે. આ નવી સરકારી બેંકમાં માત્ર એક મિનિટથી ઓછા સમયમાં એકાઉન્ટ ખોલાવી શકાશે. ખાતું ખોલાવાવનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. 12 મહિનાની અંદર ખાતાધારકોને કેવાયસી નિયમો પ્રમાણે પુરા કરવાના રહેશે.

એક મિનિટથી ઓછા સમયમાં ખુલશે એકાઉન્ટ

ઓનલાઇન એપ ડાઉનલોડ કરીને એકાઉન્ટ ખોલાવી શકાય છે. જેનાથી ખાતું ખોલાવવા માટે એક મિનિટથી ઓછા સમયમાં ખાતું ખોલાવી શકાય છે. પરંતુ 12 મહિનાની અંદર ગ્રાહકોને પોસ્ટ ઓફિસમાં કે પછી ચેક પોઇન્ટમાં પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવાના રહેશે.

અંગુઠા લગાવીને થઇ જશે સારું કામ

કોઇપણ વ્યક્તિ ઝીરો પેમેન્ટ ઉપર આધાર કાર્ડ આપીને પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે. ત્યારબાદ પછી એકાઉન્ટમાં ઓછામાં ઓછા રૂ.100 રાખવા પડશે. જ્યારે કરંટ એકાઉન્ટમાં ઓછામાં ઓછા રૂ.1000 બેલેન્સ રાખવું પડશે. એકાઉન્ટ હોલ્ડર માટે કોઇપણ સર્વિસ માટે પોતાનો એકાઉન્ટ નંબર યાદ રાખવાની જરૂર નહીં પડશે.

કારણ કે બેંકનું બધું જ કામ થમ ઇમ્પ્રેશનની સાથે થશે. જેઓ બેન્ક આવી શકતા નથી તેમના માટે ડોર ટુ ટોર સર્વિસ શરૂ કરવામાં આવશે. પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા બેન્કની બધુ જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.ઘર ઉપર આવશે બેન્ક

જો તમારે ખાતામાં પૈસા જમા કરાવાના હોય અને પૈસા કાઢવાના હોય તો પોતાના મોબાઇલ ઉપર આઇપીપીબી એપ રિક્વેસ્ટ મોકલી શકો છો. ત્યારબાદ પોસ્ટ કર્મચારી ઘરે આવીને તમારી પાસેથી પૈસા જમા કરી જશે કે પૈસા આપી જશે. આ બેન્કથી સૌથી વધારે ફાયદો ગામના લોકોને થશે.

 
First published: September 1, 2018, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading