Home /News /business /રૂ. 300 વાળા શેરે રોકાણકારોને માત્ર ગણતરીની મિનિટોમાં લખપતિ બનાવ્યા, 21 ટકા પ્રીમિયમ પર થયો લિસ્ટ

રૂ. 300 વાળા શેરે રોકાણકારોને માત્ર ગણતરીની મિનિટોમાં લખપતિ બનાવ્યા, 21 ટકા પ્રીમિયમ પર થયો લિસ્ટ

(India Pesticides)

NSEની લિસ્ટીંગ પ્રાઈસની વાત કરવામાં આવે તો તે 20.24 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. કંપનીનો શેર રૂ. 356.20 પર ખુલ્યો હતો અને વોલ્યૂમ 1.27 કરોડ હતો.

    જે લોકોએ એગ્રો કેમિકલ કંપની ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સના શેર લીધા હતા, તે રોકાણકારોને આજે લિસ્ટીંગના દિવસે ખૂબ જ ફાયદો થયો છે. કંપનીના શેરની દમદાર લિસ્ટીંગ થઈ છે. આ શેર 21.62 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું છે, તો તમને પણ ફાયદો થયો હશે. શેરની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 296 હતી. જો BSE પર લિસ્ટીંગની વાત કરવામાં આવે તો પ્રતિ શેર રૂ. 360 અનુસાર થઈ છે. તે અનુસાર તમને પ્રતિ શેર રૂ. 64નો ફાયદો થયો છે. સવારે સ્ટોક માર્કેટમાંમાં 10 વાગીને 13 મિનિટ પર કંપનીનો શેર રૂ. 355.75 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ લેવલ ઈશ્યૂ પ્રાઈસથી 20.19 ટકા ઉપર હતું. ઉપરાંત કંપનીના અંદાજે 11.02 લાખ શેરનું ખરીદ-વેચાણ થઈ રહ્યું છે.

    NSE પર લિસ્ટીંગ?

    NSEની લિસ્ટીંગ પ્રાઈસની વાત કરવામાં આવે તો તે 20.24 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. કંપનીનો શેર રૂ. 356.20 પર ખુલ્યો હતો અને વોલ્યૂમ 1.27 કરોડ હતો.

    કેવી રીતે થયા લખપતિ?

    IPOની લોટ પ્રાઈસ રૂ.14,500 હતી. જો તમારી પાસે તેના 6 લોટ છે તો તમે આજે લખપતિ બની ગયા હશો. આ શેરના એક લોટમાં 50 શેર હતા, એટલે કે લખપતિ બનવા માટે તમારી પાસે 300 શેર હોવા જરૂરી છે.

    શેરની ગણતરી

    રોકાણ- રૂ. 290*300 શેર= રૂ. 87000

    ફાયદો- રૂ. 360*300 શેર= રૂ. 108000

    આ ગણતરી અનુસાર થોડીક જ મિનિટોમાં રૂ. 21,000નો ફાયદો થયો છે. રોકાણકારોએ તેમાં રૂ. 87,000નું રોકાણ કર્યું અને લિસ્ટીંગ સમયે તેની કિંમત રૂ. 1,08,000 થઈ ગઈ.

    કંપનીની યોજના હતી રૂ. 800 કરોડ એકત્ર કરવાની- કંપનીએ રૂ. 800 કરોડ એકત્ર કરવા IPO બહાર પાડ્યો હતો. રોકાણ કરવા માટે 23થી 25 જૂન 2021 દરમિયાન સબસ્ક્રિપ્શન ઓપન કરવામાં આવ્યું હતું. આ IPO અંદાજે 29 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. FPIsએ India Pesticidesના શેર ખરીદ્યા, જેમાં અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), ઈન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટજીજ, તારા ઈમર્જિંગ એશિયા અને BNP Paribas શામેલ હતી. જ્યારે ઘરેલુ રોકાણકારોમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, Nippon મ્યુચ્યુઅલ ફંડ, બજાજ એલિયાંઝ લાઈફ ઇન્શ્યોરન્સ અને ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સ શામેલ છે.

    કંપનીનો કારોબાર- કંપનીના કારોબારની વાત કરવામાં આવે તો તે એક એગ્રોકેમિકલ બનાવનાર કંપની છે. આ એક કીટનાશક બનાવનાર દુનિયાની લીડિંગ કંપનીઓમાં શામેલ છે. કંપનીનુ ફોર્મ્યુલેશન બિઝનેસ ખૂબ જ યોગ્ય છે. કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ દુનિયાના અનેક દેશોમાં થાય છે. એગ્રોકેમિકલ ક્ષેત્રે ધનુકા એગ્રોટેક લિમિટેડ, ભારત રસાયણ લિમિટેડ, યૂપીએલ લિમિટેડ, રેલીજ ઈન્ડિયા અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ આ કંપનીની હરીફ કંપનીઓ છે.
    First published:

    Tags: BSE, Investment, Investors, NSE, Premium, Profit, Share, Share market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો