મુંબઈ. કોરોના (Corona Crisis) પછી સુધરતા બજારની કંપનીઓ સતત IPO લાવી રહી છે. ત્યારે હવે આ કડીમાં વધુ એક કંપની પ્રાથમિક બજારમાંથી નાણાં એકત્ર કરવા મેદાને આવી રહી છે. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સનો આઈપીઓ (Indian Presticides IPO) 23 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.
આ કંપનીનો આઈપીઓ 800 કરોડનો હશે. આ એગ્રોકેમિકલ ટેક્નિકલ કંપનીનો ઈશ્યુ 23 જૂન, 2021ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 25 જૂન, 2021ના રોજ બંધ થશે. આ પબ્લિક ઇશ્યૂમાં 100 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે.
કંપનીના શેર બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે.
કંપનીના પ્રમોટર આનંદ સ્વરૂપ અગ્રવાલ 281.4 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ લાવશે. સાથે જ શેરહોલ્ડરોના રૂ. 418.6 કરોડના શેર વેચવામાં આવશે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે. અક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ આઇપીઓના બુક રનિંગ માટે લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે, જ્યારે KFin Technologies Private Ltd છે.
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ આર એન્ડ ડી આધારિત તકનીકી એગ્રોકેમિકલ ઉત્પાદક કંપની છે. કંપનીનો ફોર્મ્યુલેશન બિઝનેસ વધી રહ્યો છે. Captan, Folpet અને Thiocarbamate જંતુનાશક દવાઓની ઉત્પાદન ક્ષમતાના સંદર્ભમાં કંપની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તે દેશમાં ઓછામાં ઓછા પાંચ ટેક્નિકલની એક માત્ર મેન્યુફેક્ચરર છે.
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સની સૂચિબદ્ધ પીયર કંપનીઓમાં ધાનુકા એગ્રોટેક લિમિટેડ, ભારત રસાયણ લિમિટેડ, યુપીએલ લિમિટેડ, રેલીસ ઇન્ડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, સુમિતોમો કેમિકલ ઇન્ડિયા અને અતુલ ઇન્ડિયા શામેલ છે. ઇન્ડસ્ટ્રીનો સરેરાશ PE 47.44x છે. 2019, 2020 અને 2021 માટે નેટવર્થ પર વેટેડ રીટર્ન 30.37 ટકા છે. આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી કંપની 80 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ તરીકે ઉપયોગ કરશે. જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે.
ડાંગર અને ઘઉંના પાક માટે જંતુનાશક રસાયણો બનાવવામાં અગ્રેસર
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ એ જંતુનાશકો અને ફૂગનાશકો અને એપીઆઇની વૈવિધ્યસભર ઉત્પાદન કંપની છે. કંપની Thiocarbamate ટેક્નિકલવાળા જંતુનાશક બનાવે છે. તેનો ઉપયોગ ડાંગર, ઘઉંના પાકને જંતુઓથી બચાવવા માટે કરવામાં આવે છે. આ કેમિકલનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે. પાકને જીવજંતુઓથી બચાવવા માટે ભારત હાલમાં વિશ્વનો ચોથો સૌથી મોટો કેમિકલ ઉત્પાદક દેશ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર