Home /News /business /Indian Economy: ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું

Indian Economy: ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું

એક સમયે ઈંગ્લેન્ડનું ગુલામ રહેલું ભારત આજે તેને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું.

India become worlds 5th largest economy: એક સમયે બ્રિટિશ સરકાર અંતર્ગત રહેલું ભારત 2021ના છેલ્લા ત્રિમાસિકગાળાના આંકડા મુજબ તેને પછાડીને દુનિયાની 5મી મોટી ઈકોનોમી બની ગયું છે. ડોલરના આધારે જોઈએ તો માર્ચ ત્રિમાસિકગાળઆમાં ભારતની ઈકોનોમી 854.7 અબજ ડોલરની હતી. તો આજ સમયગાળામાં બ્રિટનની ઈકોનોમી 816 અબજ ડોલરની હતી.

વધુ જુઓ ...
કોરોના મહામારીના કારણે ભારતીય અર્થતંત્રની ગાડીને બ્રેક લાગશે તેવું લાગતું હતું. પણ તાજેતરના આંકડા આશાસ્પદ ભવિષ્ય દર્શાવે છે. વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડની સાઈડ કાપી છે. હાલબ્રિટનમાં જીવન વ્યાપનનો ખર્ચ વધતા ખૂબ જ પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં ભારત ઈંગ્લેન્ડને પછાડીને દુનિયાની પાંચમાં નંબરની (The world’s fifth largest economy) સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતના વિકાસ સાથે બ્રિટન છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. યૂએસ ડોલરના આધાર પર આ ગણના કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે, આવનારા સમયમાં ભારત બ્રિટન અર્થવ્યવસ્થાની સરખામણીમાં તેની વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે.

વિદેશી રોકાણકારો આ 5 શેર્સમાં કરી રહ્યા છે ધોમ રોકાણ, તમારા માટે પણ બની શકે ફાયદાનો સોદો

International Monetary fund (IMF)ના આંકડા અનુસાર ભારતે વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં વૃદ્ધિ જોવા મળી છે. ઈન્ટરનેશનલ રેન્કિંગમાં યૂ.કે. પાછળ રહી ગયું છે.

બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મેમ્બર સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોહ્નસનના ઉત્તરાધિકારીની પસંદગી કરશે. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ (Liz Truss) પૂર્વ નાણામંત્રી ઋષિ સનક (Rishi sunak) પછાડીને પ્રધાનમંત્રી બની શકે છે. આ બેમાંથી જે પણ પ્રધાનમંત્રી બનશે તેમણે છેલ્લા 40 વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ મોંઘવારી અને મંદીનો સામનો કરવો પડી શકે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આ અંગે નિવેદન આપ્યું છે કે, વર્ષ 2024 સુધી આ મંદી રહી શકે છે.

Tamilnad Mercantile Bankનો IPO સોમવારે ખુલશે, દાવ લગાવતા પહેલા 10 જરુરી વાત જાણી લો

બીજી તરફ જાણકારો જણાવી રહ્યા છે કે, આ વર્ષે ભારતની ઈકોનોમી ગ્રોથનો દર 7 ટકા વધુ રહી શકે છે. આ ક્વાર્ટરમાં ભારતના ઈક્વિટી માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના અન્ય માર્કેટની સરખામણીએ ભારતના ઈક્વિટી માર્કેટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ કારણોસર MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્ષમાં ભારતની ઈક્વિટીનું વેઈટેજ ચીન બાદ બીજી નંબરે પહોંચી ગયું છે.

ડોલરમાં જોવામાં આવે તો ભારતની ઈકોનોમી માર્ટ ક્વાર્ટરમાં 854.7 અરબ ડોલર હતી. આ સમયગાળા દરમિયાન બ્રિટનની ઈકોનોમી 816 અરબ ડોલર હતી. IMF ના આંકડા અને Bloomberg ટર્મિનલ પર ઉપલબ્ધ ઐતિહાસિક એક્સચેન્જ રેટના આધાર પર બનાવવામાં આવી છે.
First published:

Tags: Business news, England, Indian economy

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन