Home /News /business /Indian Economy: હેં! 2030 સુધીમાં ભારત દેશનું શેરબજાર વિશ્વના ટોપ 3માં, વૈશ્વિક સ્તરે ભારતનો વિકાસ સૌથી ઝડપી

Indian Economy: હેં! 2030 સુધીમાં ભારત દેશનું શેરબજાર વિશ્વના ટોપ 3માં, વૈશ્વિક સ્તરે ભારતનો વિકાસ સૌથી ઝડપી

ભારત 2030 સુધીમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું શેરબજાર બનવાની સંભાવના છે.

Indian Economy: ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સિવાય 2030 સુધીમાં ભારતીય શેરબજાર પણ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની જશે.

વધુ જુઓ ...
    Indian Economy: ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. વૈશ્વિક પ્રવાહો અને દેશ દ્વારા ટેક્નોલોજી અને ઉર્જાના ક્ષેત્રોમાં કરવામાં આવેલા મોટા રોકાણોના આધારે, તે 2030 સુધીમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું શેરબજાર બનવાની સંભાવના છે. આ રિપોર્ટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીનો છે.

    મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત પહેલાથી જ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, જેણે છેલ્લા એક દાયકામાં સરેરાશ જીડીપી વૃદ્ધિ દર 5.5 ટકા નોંધાવ્યો છે. હવે 1 અબજથી વધુ લોકોના દેશમાં સ્થાપિત ત્રણ મેગાટ્રેન્ડ્સ વૈશ્વિક ઓફશોરિંગ, ડિજિટાઈઝેશન અને એનર્જી ટ્રાન્સમિશન ભારતને અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ તરફ આગળ ધપાવશે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

    રોકાણકારો અને કંપનીઓ માટે તકો


    મોર્ગન સ્ટેનલીના મુખ્ય રણનીતિકાર રિધમ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે અને આ દાયકાના અંત સુધીમાં ત્રીજું સૌથી મોટું બજાર બનશે. પરિણામે, ભારત વૈશ્વિક ક્રમમાં શક્તિ પ્રાપ્ત કરી રહ્યું છે અને અમારા મતે એક પેઢીમાં આ નોંધપાત્ર પરિવર્તન રોકાણકારો અને કંપનીઓ માટે એકસરખી શ્રેષ્ઠ તક છે.”

    આ પણ વાંચોઃ એક વર્ષમાં આટલું બમ્પર રિટર્ન, 1 લાખ મૂક્યા અને 9.50 લાખ મળ્યા, જાણો આ શેરનું નામ

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આજે $3.5 ટ્રિલિયનથી વધીને 2031 સુધીમાં $7.5 ટ્રિલિયનથી વધુ થઈ શકે છે. વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો પણ આ જ સમયગાળામાં બમણો થઈ શકે છે, જ્યારે BSE 11 ટકા વાર્ષિક વૃદ્ધિ આપી શકે છે, જે $10 ટ્રિલિયનના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચી શકે છે.


    ભારત ઝડપથી વિકાસ કરશે


    મોર્ગન સ્ટેનલીના મુખ્ય અર્થશાસ્ત્રી ચેતન આહ્યાએ જણાવ્યું હતું કે, “હાલમાં વિકાસનો અભાવ ધરાવતા વિશ્વમાં, ભારત વૈશ્વિક રોકાણકારોના રડાર પર હોવું જોઈએ. ભારત વિશ્વની માત્ર ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક હશે. આનાથી 2023 સુધીમાં વાર્ષિક આર્થિક ઉત્પાદનમાં $400 બિલિયનથી વધુની વૃદ્ધિ થઈ શકે છે અને તે 2028 પછી વધીને $500 બિલિયનથી વધુ થઈ જશે."
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: India economy, India GDP, Share market

    विज्ञापन
    विज्ञापन