ફ્રાંસને પછાડી ભારતની અર્થવ્યવસ્થા બની વધારે મજબૂત

News18 Gujarati
Updated: July 11, 2018, 2:54 PM IST
ફ્રાંસને પછાડી ભારતની અર્થવ્યવસ્થા બની વધારે મજબૂત
News18 Gujarati
Updated: July 11, 2018, 2:54 PM IST
ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. વર્લ્ડ બેંકે 2017 માટે જાહેર કરેલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 130 કરોડથી વધારેની વસ્તીવાળા ભારતે ફ્રાંસને સાંતમા સ્થાન પર પછાડ્યું છે. આ રિપોર્ટમાં તે પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2032 સુધી અમેરિકા અને ચીન પછી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે.

વર્લ્ડ બેંકની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાંસની 2.582 ખરબ ડોલરના જીડીપીની સરખામણીએ ભારતની જીડીપી 2.597 ખરબ ડોલર થઇ ગઇ છે. આ રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓથી દેશનો વિકાસ ઘણાં ત્રિમાસિકથી નીચે આવ્યાં પછી જુલાઇ 2017થી સતત વધી રહ્યો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની જૂની નોટોનું ચલણ બંધ કર્યું અને ફરી ગત વર્ષ 1 જુલાઇથી જીએસટી લાગુ કરાવવાને કારણે બજારમાં આવેલી મંદી પછી હવે મેન્યુફેક્ચરિંગ અને લોકોની ખરીદ ક્ષમતા વધતી દેખાઇ રહી છે અને મુખ્ય આ જ કારણે જીડીપીમાં આ ઉછાળો આવ્યો છે.

જોકે આમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિ વ્યક્તિની આવકના મામલામાં ભારત હજીપણ ફ્રાંસથી ઘણું પાછળ છે. રિપોર્ટ પ્રમાણે સવા અરબની વસ્તીવાળા ભારત 6.70 કરોડની વસ્તીવાળા ફ્રાંસથી આશરે 20 ગણું પાછળ છે.

જણાવીએ કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) પ્રમાણે હાલના નાંણાકીય વર્ષમાં (2018-19) ભારતની જીડીપી 7.4 ટકા અને 2019માં આના 7.8 ટકા રહેવાનું અનુમાન છે.

વર્લ્ડ બેંકના આ રિપોર્ટ પ્રમાણે શિખરની અર્થવ્યવસ્થાવાળા દેશોની યાદીમાં અમેરિકા પહેલા નંબર પર છે. તે પછી ચીન,જાપાન અને જર્મનીનો નંબર આવે છે. યાદીમાં બ્રિટન આઠમાં નંબર પર આવે છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...