Home /News /business /

Market recap: આ અઠવાડિયે 100 સ્મૉલકેપ શેર 10-22% તૂટ્યા, જાણો આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ

Market recap: આ અઠવાડિયે 100 સ્મૉલકેપ શેર 10-22% તૂટ્યા, જાણો આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Market recap: સેમ્કો સિક્યોરિટીઝના યસ શાહનું કહેવું છે કે આવાત અઠવાડિયે માર્કેટ પોતાના પગ ઠેરવવા માટે સંઘર્ષ કરતું નજરે પડી શકે છે.

  મુંબઈ: નાના શેર્સ (Small shares) પર આવેલા દબાણને પગલે આ અઠવાડિયે ફ્રેશ હાઈ રેકોર્ડને સ્પર્શ કર્યા બાદ માર્કેટે (Indian Share Market) સતત બીજા અઠવાડિયે તેજીનો ક્રમ તોડી દીધો હતો અને ભારે ઉતાર-ચડાવ બાદ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આ અઠવાડિયે BSE સેન્સેક્સ (Sensex) 484.33 અંક એટલે કે 0.79 ટકાના ઘટાડા સાથે 60,821.62ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે Nifty 223.65 અંક એટલે કે 1.21 ટકાના ઘટાડા સાથે 18,114.9ના સ્તર પર બંધ રહ્યો હતો.દિગ્ગજોના મતે નાના શેરમાં વધારે ધોવાણને પગલે આ અઠવાડિયે BSE મિડકેપ ઇન્ડેક્સ (Midcap Index) અને સ્મૉલકેપ ઇન્ડેક્સ (Smallcap Index)માં ક્રમશ: 4 અને 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  100 શેર 10-22% તૂટ્યા

  સ્મૉલકેપ પર નજર કરીએ તો આશરે 100 શેર એવા છે જેમાં 10થી 22 ટકાનો કડાકો બોલી ગયો હતો. આ શેરોમાં REI Infrastructure Finance,DCM Shriram,MEP Infrastructure Developers, Balaji Amines,Angel Broking, Antony Waste Handling Cell, Balrampur Chini Mills, NLC India અને Panacea Biotec જેવા શેર સામેલ છે.

  21 સ્ટૉક 10-40% વધ્યા

  બીજી તરફ સ્મૉલ કેપના 21 સ્ટૉક એવા પણ છે જેમાં 10થી 40% સુધી તેજી પણ જોવા મળી છે. જેમાં રેલ વિકાસ નિગમ, , IRB Infrastructure Developers, વિશ્વરાજ સુગર ઇન્ડસ્ટ્રીઝ, Jindal Worldwide અને Transport Corporation of India જેવા શેર સામેલ છે.

  આ પણ વાંચો: આ શેરમાં રોકાણકારો એક જ વર્ષમાં થયા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા 8.39 લાખ રૂપિયા

  જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના વિનોદ નાયરનું કહેવું છે કે, આ અઠવાડિયે સારી શરૂઆત છતાં નફા વસૂલીને પગલે બજાર મંદડિયોના હાથમાં જતું રહ્યું હતું અને ચાર ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં તાજેતરમાં આવેલો ઘટાડો ઓવર રિએક્શન નથી પરંતુ મોટા પ્રમાણમાં વેલ્યૂએશનને પગલે આવેલું એક કરેક્શન છે.

  નિષ્ણાતનો મત

  વિનોદ નાયરનું કહેવું છે કે આ ક્રમ આગળ પણ ચાલુ રહી શકે છે. આ ઉપરાંત ઘરેલૂ બજારમાં ભારે ઉતાર-ચઢાવને પગલે ઘરેલૂ અને વિદેશી એમ બંને ફંડોમાં વેચવાલી થઈ હતી. ખાસ કરીને એવા શેરમાં વેચવાલી જોવા મળી જેનું વેલ્યૂએશન વધારે વધી ગયું હતું અને ફન્ડામેન્ટલ રીતે આ વેલ્યૂએશન યોગ્ય લાગી રહ્યું ન હતું.

  આ પણ વાંચો: 14 વર્ષે દીવાસળીની પેટીમાં ભાવ વધારો, 1 રૂપિયાની બાકસ હવે 2 રૂપિયામાં મળશે!

  આ ઉપરાંત બીજા ત્રિસાસિકના આશા કરતા વધારે નબળા પરિણામોની અસર પણ માર્કેટ પર જોવા મળી હતી. જોકે, સારી વાત એ છે કે ઇકોનૉમી ફરીથી ખુલવી, ઓછા વ્યાજદરો અને ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં રોકાણ વધવાને કારણે લાંબા ગાળે બજારની સંભાવના ખૂબ મજબૂત લાગી રહી છે.

  આ પણ વાંચો: Tata Tiago સહિત આ CNG કાર્સ બહુ ઝડપથી ભારતીય બજારમાં થશે લૉંચ- જાણો વિગત

  આગળ કેવી રહેશે બજારની ચાલ

  સેમ્કો સિક્યોરિટીઝના યસ શાહનું કહેવું છે કે આગામી અઠવાડિયે બજાર પોતાના પગ જમાવવા માટે સંઘર્ષ કરતું નજરે પડી શકે છે. બજાર એક મર્યાદિત દાયરામાં બિઝનેસ કરતું નજરે પડી શકે છે. ગત અઠવાડિયે પ્રથમ વખત 40,000નું સ્તર પાર કર્યાં બાદ બેંક નિફ્ટી આગામી અઠવાડિયે ફરીથી ચર્ચામાં રહેવાની આશા છે. આ દરમિયાન અનેક મોટી બેંક પોતાના પરિણામ જાહેર કરી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Midcap, Smallcap, નિફ્ટી, સેન્સેક્સ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन