આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું, નબળું પડી શકે છે અલનીનો: IMD રિપોર્ટ

News18 Gujarati
Updated: April 15, 2019, 4:37 PM IST
આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું, નબળું પડી શકે છે અલનીનો: IMD રિપોર્ટ
આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસું

ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. IMD પ્રમાણે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને અલનીનોની અસર વરસાદ પર નહીં પડે. આ પહેલાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની હવામાન એજન્સીઓ અને ભારતમાં સ્ટાઇમેટે પણ ચોમાસાની ચાલ પર અલનીનોની અસર અંગે આશંકા વ્યક્ત કરી હતી.

સારું ચોમાસું એટલે શું?

સારા ચોમાસાનો અર્થ છે કે, 50 વર્ષના સમયગાળાની સરેરાશના લગભગ 96 ટાકથી 104 ટકા વરસાદ પડવો. 50 વર્ષમાં સરેરાશ વરસાદ ચાર મહિનાના ચોમાસા દરમિયાન 89 સેન્ટીમીટર અથવા 35 ઇંચ વરસાદ છે. સારા વરસાદની આ પરિભાષા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ઇકોનોમી પર વરસાદની અસર- વરસાદની સીધી અસર ગ્રામીણ વિસ્તાર પર પડે છે. વરસાદ સામાન્ય અને સારું રહેતાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધે છે. જેનાથી માંગમાં તેજી આવે છે. ગ્રામીણ વિસ્તારોની આવક વધવાથી ઇન્ડસ્ટ્રીને પણ લાભ મળે છે.મોંધવારી કાબુમાં આવશે- સારા વરસાદથી દેશના ઘણા આર્થિક આંકડાઓમાં સુધારો જોવા મળશે, ત્યાં જ સરકારને મોંઘવારી મામલે રાહત મળશે.

બેંકિંગને મળશે મજબૂતી- સારા વરસાદથી દેશમાં બેંકિંગ વ્યવસ્થાને મજબૂતી મળે છે. દેશમાં મોટાભાગના ખેડૂત ખરીફ પાક માટે બેંકો પાસેથી ઉછીના નાણાં લે છે. સારું વરસાદ થતાં બેંકોને આ નાણું પાછું મળવાની ગેરન્ટી મળે છે અને તેમને એનપીએને કાબુમાં રાખવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: આ સરકારી સ્કીમમાં 5 વર્ષ રોકાણ કરતાં એકઠું થશે 10 લાખ રૂપિયાનું ફંડ

શેર બજાર પર ચોમાસાની અસર

>> મોનસુન આધારિત સેક્ટર સાથે સીધો સંબંધ છે.
>> ચોમાસું સારું રહેશે તો કમ્ઝપ્શન બેસ્ડ સેક્ટરમાં માગ વધશે.
>> ગ્રામીણોની ખરીદ ક્ષમતા બધવાથી કૃષિ ઉપકરણ નિર્માતા, ટુ-વ્હીલર્સ અને ટ્રેક્ટર નિર્માતા કંપનીઓની સાથે જ કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ અને એફએમસીજી કંપનીઓની આવક વધવાની પણ આશા હોય છે.
>> સારા ચોમાસાનો લાભ બેંકો અને ફાયનેન્શિયલ સેક્ટરને પણ મળે છે.
>> આવક વધવાથી આ સેક્ટરમાં બિઝનેસ વધશે. જેનાથી આ સેક્ટર્સની કંપનીઓના શેરોમાં તેજી આવશે. જેનાથી સમગ્ર શેર બજારને લાભ થશે.
First published: April 15, 2019, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading