Home /News /business /SBI રિપોર્ટમાં દાવો, 2029 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

SBI રિપોર્ટમાં દાવો, 2029 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

કોરોના મહામારી પછી ભારતની અર્થવ્યવસ્થામાં (Indian Economy)સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે

Indian Economy : ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું, ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે

નવી દિલ્હી : કોરોના મહામારી પછી ભારતની અર્થવ્યવસ્થામાં (Indian Economy)સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. હવે ભારતીય સ્ટેટ બેંકે (SBI)પોતાના રિસર્ચ રિપોર્ટમાં ઇકોરૈપમાં (Ecowrap)કહ્યું કે ભારતને 2029માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું (Economy)ટેગ મળવાની સંભાવના છે. આ 2014 પછી 7 સ્થાન ઉપર જશે. 2014માં ભારતીય અર્થવ્યવસ્થાની રેન્કિંગ 10મી હતી.

પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકા રહ્યો જીડીપી ગ્રોથ રેટ


એસબીઆઈના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ વિત્ત વર્ષ 2022--23ના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકા રહ્યો છે. જો આ ગતિ યથાવત્ રહેશે તો આ વિત્ત વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા રહેશે.

6 ટકાથી 6.5 ટકાની વૃદ્ધિ ભારત માટે ન્યૂ નોર્મલ


વિત્ત વર્ષ 2022-23 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટનો અંદાજ વર્તમાનમાં 6.7 ટકાથી 7.7 ટકા સુધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં અનિશ્ચિતતાઓ વચ્ચે અમારું માનવું છે કે 6 ટકાથી 6.5 ટકાની વૃદ્ધિ ભારત માટે ન્યૂ નોર્મલ છે.



આ પણ વાંચો - શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું


વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે. હાલ બ્રિટનમાં જીવન વ્યાપનનો ખર્ચ વધતા ખૂબ જ પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં ભારત ઈંગ્લેન્ડને પછાડીને દુનિયાની પાંચમાં નંબરની (worlds fifth largest economy) સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતના વિકાસ સાથે બ્રિટન છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. યૂએસ ડોલરના આધાર પર આ ગણના કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે, આવનારા સમયમાં ભારત બ્રિટન અર્થવ્યવસ્થાની સરખામણીમાં તેની વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે.
First published:

Tags: Business, Economy, India economy