નવા ઇ-ટુરિઝમ વિઝાની જાહેરાત, આટલા રુપિયાથી થશે શરુઆત

ભારતે નવા ઇ-ટૂરિસ્ટ વિઝા સિસ્ટમની જાહેરાત કરી છે.

ભારતે નવા ઇ-ટૂરિસ્ટ વિઝા સિસ્ટમની જાહેરાત કરી છે, જેમાં પ્રવાસીઓની સંખ્યાના આધારે વિઝા ફી લેવામાં આવશે.

 • Share this:
  ભારતે નવા ઇ-ટૂરિસ્ટ વિઝા સિસ્ટમની જાહેરાત કરી છે, જેમાં પ્રવાસીઓની સંખ્યાના આધારે વિઝા- ફી લેવામાં આવશે. પર્યટન અંગે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠક દરમિયાન પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું હતું કે, જ્યારે પિંક પીરિયડ જુલાઈથી માર્ચ દરમિયાન આવે છે, ત્યારે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે, ભારત 1,794 (25 ડોલર ) ચૂકવે છે તો 30 દિવસીય ઇ-ટૂરિસ્ટ વિઝા આપશે.

  એપ્રિલથી જૂન વચ્ચે વિઝા ફી - તેમણે જણાવ્યું હતું કે, 'નબળી સિઝન' એપ્રિલથી જૂન વચ્ચે પ્રવાસીઓ ઓછા હોય છે, ત્યારે ભારત 717 રુપિયા( 10 ડોલર) ફી સાથે  30 દિવસીય ઇ-ટૂરિસ્ટ વિઝા આપશે.

  પટેલે જણાવ્યું હતું કે 80 અમેરિકી ફીના નવા પાંચ વર્ષના ઇ-ટૂરિસ્ટ વિઝા અને 40 ડોલર ફીનો એક વર્ષના ઇ-ટૂરિસ્ટ વિઝા પણ શરૂ કરવામાં આવ્યાં છે.  આ દેશો માટે નબળી સિઝન માંટે ઓછો ચાર્જ - તેમણે કહ્યું, નબળી સિઝનમાં જાપાન, સિંગાપોર, શ્રીલંકા માટે ઇ-ટૂરિસ્ટ વિઝા માટેની ફી 30 દિવસ માટે 10 ડોલર અને એક વર્ષ અને પાંચ વર્ષ માટે 25 ડોલર રહેશે.

  પર્યટનને પ્રોત્સાહન આપવાની સરકારની મોટી યોજના - કેન્દ્રીય પર્યટન મંત્રાલયે દેશના ટોપનાં પર્યટક સ્થળોએ વિદેશી ભાષાઓમાં સાઇન બોર્ડ લગાવવાની, ઇ-વિઝા અરજીનો સમય ઘટાડવાનો અને વિઝા ફી ઘટાડવાની યોજના બનાવી છે.  આ સાઇન બોર્ડમાં ક્યૂઆર કોડ પણ હશે, જેને સ્કેનિંગ પર સ્મારક, તેનો ઇતિહાસ અને તે ભાષાની બધી માહિતી આપવામાં આવશે.

  2022 સુધી જરુર જોવો આ સ્થળ - સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનું કહ્યું હતું. દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ લોકોને 2022 સુધીમાં દેશના ઓછામાં ઓછા 15 પર્યટક સ્થળોની મુલાકાત લેવાની અપીલ કરી છે.
  Published by:Bhoomi Koyani
  First published: