ન્યૂઝ18 ગુજરાતી: હવે એપ્રિલ મહિનો નજીક છે અને તમે વિચારી રહ્યાં હશો કે આ વર્ષે તમારી સેલરી કેટલી વધશે? મનાય છે કે, આ વર્ષે તમારી સેલરીમાં 10 ટકાની આસપાસ વધારો થશે. AON Indiaના સર્વે પ્રમાણે 2019માં કર્મચારીઓની સેલરી 9.7 ટકા વધશે. જોકે, ગયા વર્ષે સેલરીમાં 9.5 ટકાનો વધારો થયો હતો.
સર્વે પ્રમાણે ઇ-કોમર્સ કંપનીઓ અને પ્રોફેશનલ સર્વિસ કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓની સેલરીમાં અન્ય કરતાં વધુ વધારો થશે.