મોદી સરકારનો આ નિર્ણય ચીન સહિત 4 દેશોને પડશે ભારે, 5 વર્ષ સુધી ચૂકવશે કિંમત

ઘરેલુ કંપનીઓને સસ્તા આયાત સામે સંરક્ષણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે

News18 Gujarati
Updated: April 1, 2019, 7:24 PM IST
મોદી સરકારનો આ નિર્ણય ચીન સહિત 4 દેશોને પડશે ભારે, 5 વર્ષ સુધી ચૂકવશે કિંમત
મોદી સરકારનો આ નિર્ણય ચીન સહિત 4 દેશોને પડશે ભારે
News18 Gujarati
Updated: April 1, 2019, 7:24 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભારતે ચીન સહિત ચાર દેશો પર સૌર સેલમાં ઉપયોગમાં લેવામાં આવતી શીટ પર 1,599 ડોલર પ્રતિ ટનની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે. જે ચાર દેશોમાંથી આયાત પર આ ડ્યુટી લગાવવામાં આવી છે તેમાં ચીન, મલેશિયા, સઉદી અરબ અને થાઇલેન્ડ સામેલ છે. આ ડ્યુટી પાંચ વર્ષ માટે લગાવવામાં આવી છે. ઘરેલુ કંપનીઓને સસ્તા આયાત સામે સંરક્ષણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

મહેસૂલ વિભાગે આપેલી એક સૂચનામાં કહેવામાં આવ્યું કે, વાણિજ્ય મંત્રાલયના તપાસ એકમ ડીજીટીઆરની ભલામણના આધારે 'એથિલીન વિનાઇલ એસટેટ શીટ' પર 537થી 1,599 ડોલર પ્રતિ ટન સુધીની ડ્યુટી લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: હિન્દુઓથી ડરે છે કોંગ્રેસ, જેથી મુસ્લિમ વસ્તીવાળા વાયનાડથી ચૂંટણી લડે છે રાહુલ : મોદી

સાથે જ કહેવામાં આવ્યું કે, એક ઘરેલુ કંપનીની ફરિયાદ બાદ નિયામકે ગયા વર્ષે એપ્રિલમાં તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે ઘરેલુ કંપનીઓને સંરક્ષણ માટે ચીન, મલેશિયા, સાઉદી અરબ અને થાઇલેન્ડની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી જરૂરી છે. આ ઉત્પાદનનો ઉપયોગ સોલર પીવી (ફોટો વોલ્ટિક) મોડ્યુલ્સમાં થાય છે.
First published: April 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...