Home /News /business /દુનિયાભરમાં ભલે મંદી આવે પણ ભારતમાં નોકરિયાતોને જલસા, સેલેરીમાં થશે ડબલ ડિજિટમાં વધારો

દુનિયાભરમાં ભલે મંદી આવે પણ ભારતમાં નોકરિયાતોને જલસા, સેલેરીમાં થશે ડબલ ડિજિટમાં વધારો

મોંઘવારી અને મંદી વચ્ચે નોકરિયાતો માટે એક સારા સમાચાર છે.

ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મ Aon પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતમાં 2023માં સેલેરી ગ્રોથની એવરેજ 10.4 ટકા રહેશે. જ્યારે ચાલુ વર્ષ 2022માં અત્યાર સુધી 10.6 ટકાનો એવરેજ સેલેરી ગ્રોથ જોવા મળ્યો છે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હવે મંદી મંદીની બૂમો સંભળાઈ રહ્યા છે. આ સમયે મોટાભાગની ચર્ચા અમેરિકાની સંભવિત મંદીને લઈને થઈ રહી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાની ભારત પર નોંધપાત્ર અસર હોવાથી ભારત અને ભારતીય કંપનીઓ પણ ભયના ઓથાર હેઠળ છે. દરમિયાન, ભારતમાં પગાર વધારાના આંકડાને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જે દર્શાવે છે કે દેશમાં પગાર વધારાની ગતિ પર બ્રેક લાગી શકે છે.

વિશ્વમાં સૌથી વધુ પગાર વધારો ભારતમાં


જોકે 2022મા વૈશ્વિક સ્થિતિના આધારે જોતા ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ પગાર વધારો થયો છે. ભારતમાં 2022માં 10.6 ટકાનો સરેરાશ પગાર વધારો જોવા મળ્યો હતો. જ્યારે જર્મનીમાં 3.5 ટકા, યુકેમાં 4 ટકા, યુએસએમાં 4.5 ટકા, ચીનમાં 6 ટકા, બ્રાઝિલમાં 5.6 ટકા અને જાપાનમાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આ વર્ષે 5G બનાવશે સૌથી મોટો રેકોર્ડ, 5G સ્માર્ટફોનના વેચાણમાં જબરો વધારો

આગામી વર્ષે પગાર વધારો પ્રમાણમાં ઓછો


બિઝનેસ સ્ટાન્ડર્ડે ન્યૂઝ એજન્સી IANSને ટાંકીને કહ્યું કે 2023માં ભારતમાં સરેરાશ પગાર વધારો 10.4 ટકા રહેશે, જ્યારે આ વર્ષે (2022માં) અત્યાર સુધીમાં સરેરાશ 10.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ રિપોર્ટ સોમવારે વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ ફર્મ એઓન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

વધુમાં, 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નોકરી ગુમાવવાનો દર 20.3 ટકાના ઊંચા સ્તરે રહ્યો હતો, જે 2021માં નોંધાયેલા 21 ટકા કરતાં નજીવો ઓછો હતો. આમ, વેતનનું દબાણ યથાવત રહ્યું છે. આગામી કેટલાક મહિનામાં આ ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

વિકાસ દર 2 અંકમાં રહેશે


"વૈશ્વિક મંદીના અહેવાલો અને સ્થાનિક ફુગાવામાં સતત અસ્થિરતા હોવા છતાં, અપેક્ષિત પગાર વૃદ્ધિ દર બે આંકડામાં રહેશે." ભારતમાં Aonના હ્યુમન કેપિટલ સોલ્યુશન્સના ભાગીદાર રૂપંક ચૌધરીએ જણાવ્યું હતું.'' જો કે, બિઝનેસ લીડર્સે એવા નિર્ણયો લેવા જોઈએ જે ખાતરી કરે કે ભવિષ્યમાં પણ તેમના કર્મચારીઓ તેમની સાથે રહે. એમ તેમણે છેલ્લે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ' 

કયા સેક્ટરમાં પગાર વધારો થશે?


આ રિપોર્ટ અનુસાર ઈ-કોમર્સ સેક્ટરમાં 12.8 ટકાના દરે સૌથી વધુ પગાર વધારો જોવા મળશે, ત્યારબાદ સ્ટાર્ટઅપ્સમાં 12.7 ટકાના દરે વધારો થશે. હાઈ-ટેક, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી-સક્ષમ સેવાઓમાં કર્મચારીઓનો પગાર 11.3 ટકાના દરે વધવાની અપેક્ષા છે. નાણાકીય સંસ્થાઓમાં પગાર 10.7 ટકાના દરે વૃદ્ધિ કરશે.



ભારતમાં Aon હ્યુમન કેપિટલ સોલ્યુશન્સના ડાયરેક્ટર જંગ બહાદુર સિંઘે જણાવ્યું કે, “જેમ વ્યાપક આર્થિક પરિસ્થિતિઓ પ્રતિભાના લેન્ડસ્કેપને અસર કરે છે, તેથી વ્યવસાયોએ એવી વ્યૂહરચના ઘડવી જોઈએ જેથી પ્રતિભાઓ તેમની સાથે રહે. આ માટે તેમની પ્રતિભા અનુસાર પુરસ્કાર આપવા જેવી વ્યવસ્થા લાગુ કરવી જોઈએ.
First published:

Tags: Business news, Personal finance, Salary increased