દેશહિતને જોતા વિશ્વની સૌથી મોટી ફ્રી ટ્રેડ ડીલ RCEPમાં ભારત નહીં જોડાય

સરકારી સૂત્રોએ જણાવ્યું કે જ્યારે વેપારને લગતા મામલે અગાઉ ભારતના પક્ષકારો દબાણમાં રહેતા હતા પરંતુ હવે ભારત ફ્રન્ટફ્રૂટમાં રમે છે.

News18 Gujarati
Updated: November 4, 2019, 8:46 PM IST
દેશહિતને જોતા વિશ્વની સૌથી મોટી ફ્રી ટ્રેડ ડીલ RCEPમાં ભારત નહીં જોડાય
તસવીરમાં આસિયાન દેશોની સમિટીમાં બેંગકોક ખાતે સંબોધન કરતા વડાપ્રધાન મોદી
News18 Gujarati
Updated: November 4, 2019, 8:46 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : બેંગકોક (Bangkok)માં યોજાઈ રહેલા આસિયાન સમ્મેલન (ASEAN Summit)માંથી મોટા સમાચાર આવ્યા છે. કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન મોદી (PM Modi)ના નેતૃત્વમાં ભારતે 16 દેશો વચ્ચે થનારી વિશ્વની સૌથી મોટી ફ્રી ટ્રેડ ડીલ RCEP(Regional Comprehensive Economic Partnership)માં દેશના ખેડૂતોના લાભાર્થે ન જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભારતે આ કરારમાં જોડાવાનો ઇન્કાર કરતા જણાવ્યું છે કે 'પોતાના હિતો સાથે સમજૂતી કરવી શક્ય નથી.'

ભારતે આ ડીલ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ સાથે જ ભારતે 'મોસ્ટ ફેવર્ડ નેશન્સ' (Most favoured Nation- MFN)ની જવાબદારીઓ પર પણ સવાલ ઉભા કર્યા છે. કારણ કે નવી વ્યવસ્થામાં ભારતને અન્ય દેશો જેટલી છૂટ મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : 'મહા' મુસીબત : વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયા કાંઠે યલો ઍલર્ટ

ગરીબોની રક્ષાના કરવા માટે સેવા ક્ષેત્રને ફાયદો આપવા નિર્ણય લીધો

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારતનો પક્ષ વ્યવહારિકતા અને ગરીબોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમ છતાં જુદા જુદા ક્ષેત્રોમાં ભારત વૈશ્વિક હરિફાઈથી ગભરાતું નથી.

સરકારી સૂત્રોએ વધુમાં જણાવ્યું કે અગાઉ વેપાર મામલે ભારતીય પક્ષકારો આંતરાષ્ટ્રીય શક્તિઓના દબાણ હેઠળ આવી જચા હતા. હવે ભારત ફ્રન્ટફૂટ પર રમે છે. ભારતે વેપાર સંબંધિત ખોટની ચિંતા પણ કરી છે. અન્ય દેશોએ વેપાર અને ભારતીય સેવાઓના રોકાણ માટે બજાર ખુલ્લું મૂકવું જોઈએ તેવી ભલામણ પર કરી છે.
Loading...
આ પણ વાંચો :  સરકારી કર્મચારીઓને પણ કરવી પડશે હવે 9 કલાકની શિફ્ટ! થઈ રહ્યો છે મોટો ફેરફાર

ચીનના સામાનના કારણે ભારત ડરેલું હતું

આ મામલે ભારત ચીનના બજારની બીક હતી. જો ચીનના સામાનને પૂરેપૂરી છૂટછાટ મળી જતી તો ભારતના નાના વેપારીઓ પાયમાણ થઈ જતા. આ મંચ પર ભારતનુ વલણ વિલકુલ વ્યવહારિક હતું. ભારતે ગરીબોની સુરક્ષા સાથે દેશની સેવા ક્ષેત્રનો લાભ અન્ય દેશોને મળે તેવો પ્રયાસ પણ કર્યો છે.

આ ડીલમાં આસિયાનના દસ દેશો, ભારત, ચીન, જાપાન, દ.કોરિયા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ શામેલ છે. આરસીઈપીનો કરાર વિશ્વનું સૌથી મોટું કરવેરા અને બંધનો મુક્ત બજાર તૈયાર કરવાની કવાયત છે.

 
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...