રઘુરામ રાજને GDPઅંગે વ્યક્ત કરી શંકા કહ્યું,'7% વિકાસદર ધૂંધળો'

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે જો તે તેઓ નાણા મંત્રી હોત તો તેમનું લક્ષ્ય બેન્કોની સ્વચ્છતા જમીન સંપાદન, અને કૃષિ ક્ષેત્રનું ઉત્થાન હોત

News18 Gujarati
Updated: March 26, 2019, 5:00 PM IST
રઘુરામ રાજને GDPઅંગે વ્યક્ત કરી શંકા કહ્યું,'7% વિકાસદર ધૂંધળો'
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનન
News18 Gujarati
Updated: March 26, 2019, 5:00 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજને મંગળવારે એક સમારંભમાં દેશના વિકાસદર પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે GDPના આંકડા પર જે વાદળ છવાયેલા છે, તે દૂર થાય તો સાચો વિકાસ દર જાણવા મળે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે GDPનું યોગ્ય આંકલન કરવા માટે સારા અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવી જોઈએ

કોંગ્રેસની વાર્ષિક રૂપિયા 72,000ની સહાય યોજના વિશે પ્રતિક્રિયા આપતા રઘુરામ રાજને કહ્યું હતું કે લક્ષ્ય જો અતિશય ગરીબોને મદદ કરવાનું હોય તો જ આ યોજના શક્ય બની શકે, કારણ કે દેશમાં ગરીબોની ચોક્કસ સંખ્યા નથી. ગરીબોના આંકડામાં મતભેદ છે અને તેના કારણે વિવાદ પણ સર્જાઈ શકે છે.

રઘુરામ રાજને કહ્યું હતું કે જો હું નાણા મંત્રી હોત તો મારૂ પ્રાથમિક લક્ષ્ય દેશની બેન્કિંગ વ્યવસ્થાને સ્વચ્છ કરવાનું જમીન સંપાદન, અને કૃષિ ક્ષેત્રનું ઉત્થાન કરવાનું હોત. CNBC-TV18 સાથેની વાતચીતમાં રાજને કહ્યું, “ જો હું નાણા મંત્રી હોત તો ટુંકા ગાળામાં બેન્કિંગ વ્યવસ્થાને સુચારું બનાવી અને તેને નફો કરતી કેવી રીતે કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોત.”

રઘુરામ રાજને એવું પણ સ્વીકાર્યુ હતું કે દેશની અર્થવ્યવસ્થામાં ઉપરોક્ત સમસ્યાના નિવારણ માટે પગલા ભરવામાં આવ્યા હતા પરંતુ કેટલાક સુધારાની આવશ્યકતા રહે છે.
First published: March 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...