Home /News /business /7th Pay Commission DA Hike: તમારી આતુરતાનો અંત નજીક, સરકાર વધારી શકે છે DA, થઇ શકે આટલો ફાયદો

7th Pay Commission DA Hike: તમારી આતુરતાનો અંત નજીક, સરકાર વધારી શકે છે DA, થઇ શકે આટલો ફાયદો

સરકાર આ વખતે કર્મચારીઓના DAમાં 4%નો વધારો કરી શકે છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારા અંગે હોળી પછી તરત જ જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર હોળી પછી લાખો કર્મચારીઓના ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે.

7 Pay Commission Update: કેન્દ્રની મોદી સરકાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના વધારા વિશે હોળીના તહેવાર પછી તરત નિર્ણય લઇ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર હોળી પછી લાખો કર્મચારીઓના DAમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકાર આ વખતે કર્મચારીઓના DAમાં 4%નો વધારો કરી શકે છે. મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 38% થી 42% કરી શકે છે. હોળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે આશા છે કે સરકાર આ અંગે જાહેરાત કરશે.

વર્ષમાં 2 વખત વધે છે પગાર


સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને વર્ષમાં 2 વખત બદલવામાં આવે છે. જે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ કરવામાં આવે છે. સરકાર ડીએને 38% થી વધારીને 42% કરી શકે છે. એટલે કે ડીએમાં કુલ 4%નો વધારો થઇ શકે છે. જો સરકાર આ નિર્ણય લે છે તો તેનાથી લાખો સરકારી કર્મચારીઓને ફાયદો થઇ શકે છે.

આ પણ વાંચો: કક્કડભૂસ થઈ રહેલા માર્કેટ વચ્ચે આવી ગયા છે Top 20 એક્સપર્ટ ફેવરિટ સ્ટોક્સ

DAમાં છેલ્લું રીવીઝન 28 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને 1 જુલાઈ 2022થી લાગુ માનવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના 12 માસીક એવરેજને ધ્યાને લઈને 4% વધારા સાથે 38% કરી દીધું હતું.


પગારમાં આટલો વધારો


હાલના સમયમાં કર્મચારીઓને DA 38% આપવામાં છે. ધારો કે તમારી બેઈસિક સેલેરી લેવલ 1 પે સ્કેલ મુજબ 18,000 મહિનાની છે. તેમાં 38% ડીએના હિસાબથી કમર્ચારીઓને 6840 રૂપિયા આપવામાં આવે છે. જો હવે તેમાં 4%નો વધારો કરવામાં આવે છે તો તે વધીને 42% પર પહોંચી જશે. જો 18,000 મુજબ ગણતરી કરીએ તો DA 7560 રૂપિયા થઇ જશે. તેથી તમારા DAમાં કુલ મહિને 720 રૂપિયાનો વધારો થશે.
First published:

Tags: 7th pay commission, Business news, Govt employee DA hike

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો