Home /News /business /

Gold Import : મહામારીમાં પણ ભારતીયોએ ખરીદ્યું ઘણું સોનું, ખર્ચ કરી નાખ્યા અબજો ડોલર

Gold Import : મહામારીમાં પણ ભારતીયોએ ખરીદ્યું ઘણું સોનું, ખર્ચ કરી નાખ્યા અબજો ડોલર

ચીન પછી ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે (પ્રતિકાત્મક તસવીર)

Gold news - સત્તાવાર આંકડા પ્રમાણે વધારે માંગ રહેવાના કારણે આ ગાળામાં સોનાની આયાત 73 ટકા વધી છે

    નવી દિલ્હી : કોરોના મહામારીમાં (Corona epidemic)એકતરફ લોકોને બે ટાઇમ ખાવાની સમસ્યા હતી તો બીજી તરફ ભારતીયોએ ઘણું સોનું (Gold)ખરીદ્યું છે. આ કારણે વર્તમાન વિત્ત વર્ષના શરૂઆતી 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી) દેશમાં સોનાની ઇમ્પોર્ટ (Gold Import)વધીને 45.1 અબજ ડોલર પહોંચી ગઇ છે.

    સત્તાવાર આંકડા પ્રમાણે વધારે માંગ રહેવાના કારણે આ ગાળામાં સોનાની આયાત 73 ટકા વધી છે. આ પહેલા 2020-21ના સમાન ગાળા દરમિયાન એટલે કે એપ્રિલ થી ફેબ્રુઆરીમાં દેશમાં 26.11 અબજ ડોલર સોનાની આયાત કરવામાં આવી હતી. જોકે ફેબ્રુઆરી 2022માં સોનાની આયાત 11.45 ટકા ઘટીને 4.7 અબજ ડોલર રહી હતી.

    ભારત બીજો સૌથી મોટો આયાત કરનાર દેશ

    ચીન પછી ભારત સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. સોનાની આયાત મુખ્ય રુપથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીની (Jewellery Industry) જરૂરિયાતને પુરી કરવા માટે કરવામાં આવે છે. વર્તમાન વિત્ત વર્ષના પ્રથમ નવ મહિના એપ્રિલ-ડિસેમ્બરમાં રત્ન અને આભૂષણોની એક્સપોર્ટ (Gems and Jewellery Export) 57.5 ટકા વધીને 35.25 અબજ ડોલર પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો - Gold Price: આખું અઠવાડિયું સોનાનો ભાવ રહ્યો નીચો, ચાંદીની ચમક પણ ઘટી

    વેપાર ઘાટામાં પણ વધારો

    વાણિજ્ય મંત્રાલયના (Commerce Ministry)આંકડા પ્રમાણે વર્તમાન વિત્ત વર્ષ પહેલા 11 મહિનામાં સોનાની આયાત વધવાથી દેશનો વેપાર ઘાટો પણ વધ્યો છે. 2021-22 પહેલા 11 મહિનામાં વેપાર ઘાટો વધીને 176 અબજ ડોલર થઇ ગયો છે. આ આંકડો ગત વર્ષના સમાન ગાળામાં 89 અબજ ડોલર રહ્યો હતો.

    દર મહિને એવરેજ 76.5 ટન આયાત

    જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું કે એપ્રિલ-ફેબ્રુઆરી 2022 દરમિયાન સોનાની માસિક આયાત એવરેજ 76.57 ટકા રહી છે. જે સામાન્ય સ્તરથી ઓછી છે. તેમણે જણાવ્યું કે આ ગાળામાં સોનાની આયાત 842.28 ટન રહી છે. જે સામાન્ય આયાતથી ઓછી છે.

    39.4 કરોડ ડોલર વધ્યો દેશનો ખજાનો, જાણો કેટલું છે ગોલ્ડ રિઝર્વ

    દેશના વિદેશી મુદ્રા ભંડારમાં (Foreign Exchange Reserves/Forex Reserves)તેજી આવી છે. 4 માર્ચ 2022ના રોજ ખતમ થયેલા સપ્તાહમાં આ 39.4 કરોડ ડોલર વધીને 631.92 અબજ ડોલર થઇ ગયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી શુક્રવારે જાહેર થયેલા આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.

    25 ફેબ્રુઆરી 2022ના રોજ ખતમ થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મદ્રા ભંડાર 1.425 અબજ ડોલર ઘટીને 631.527 અબજ ડોલર રહી ગયો હતો. આ પહેલા 18 ફેબ્રુઆરીએ ખતમ થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.762 અબજ ડોલર વધીને 632.95 અબજ ડોલર થઇ ગયો હતો. આરબીઆઈના આંકડા પ્રમાણે 11 ફેબ્રુઆરી 2022ના રોજ ખતમ થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.763 અબજ ડોલર ઘટીને 630.19 અબજ ડોલર રહ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Business, Gold price

    આગામી સમાચાર