ન્યૂઝ18 ગુજરાતી: વર્લ્ડ બેંકે અનુમન લગાવ્યું છે કે ભારત 2018-19માં દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા વાળો દેશ રહેશે. મંગળવારે જાહેર એક રિપોર્ટમાં વર્લ્ડ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી 7. ટકાના દરે વધશે. તેની તુલનામાં ચીનનો વિકાસ દર 6.3 ટકા જ રહેવાની આશા છે.
ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ: ડાર્કનિંગ સ્કાઇઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષમાં મોટાભાગની વિશ્વની અર્થવ્યવસ્થાઓની ઝડપ ધીમી રહેશે. જોકે, આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયન વિસ્તાર માટે ઉજ્જવળ તસવીર દર્શાવવામાં આવી છે.
જીએસટીને લાગુ કરવાના મોદી સરકારના નિર્ણય પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જીએસટીની હાલની શરૂઆત અને નોટબંધીના પગલાએ અનૌપચારિક ક્ષેત્રોને ઔપચારિક ક્ષેત્રમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
અર્થવ્યવસ્થામાં ફરી આવી રહી છે તેજી વર્લ્ડ બેંક મુજબ, ભારતનો જીડીપી 2018-19માં 7.3 ટકાના દરે વધશે. તે આવતા બે નાણાકીય વર્ષોમાં 7.5 ટકા સુધી પહોંચી જશે. જીડીપીમાં આ વધતા વપરાશ અને રોકાણનું પરિણામ છે. નોટબંધી અને જીએસટીના કારણે અસ્થાઈ મંદી બાદ અર્થવ્યવસ્થામાં ફરી તેજી આવી રહી છે.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017માં ભારતની અર્થવ્યવસ્થામાં જીએસટી અને નોટબંધીના કારણે ઘટાડો નોંધાયો હતો. 2017માં ચીનનો વિકાસ દર 6.9 ટકા રહ્યો, જ્યારે ભારતના જીડીપી વૃદ્ધિ 6.7 ટકા હતી. વર્લ્ડ બેંક પ્રોસ્પેક્ટસના ગ્રુપ ડાયરેક્ટર અહાન કોસે કહ્યું કે, ભારતનો ગ્રોથ આઉટલુક હજુ પણ મજબૂત છે. ભારત હજુ પણ સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર