Home /News /business /

નોટબંધી-GSTના નકારાત્મક પ્રભાવથી દેશ બહાર, વિશ્વ બેંકે 7.3% GDPની સેવી આશા

નોટબંધી-GSTના નકારાત્મક પ્રભાવથી દેશ બહાર, વિશ્વ બેંકે 7.3% GDPની સેવી આશા

    ભારતે પોતાનો રોજગાર દર સ્થિર રાખવા માટે વાર્ષિક 81 લાખ રોજગાર ઉતપન્ન કરવાની જરૂરિયાત છે. આ ખુલાસો વિશ્વ બેંકની રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની આર્થિક વૃદ્ધિ આ નાણાંકીય વર્ષમાં 7.3 ટકા રહેવાની આશા છે. જે આગામી બે વર્ષોમાં વધીને 7.5 ટકા હોવાનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત નોટબંધી અને જીએસટી વ્યવસ્થાના નકારાત્મક પ્રભાવથી બહારી આવી ગયું છે. વર્ષમાં બે વાર આવતા સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટ 'જોબલેસ ગ્રોથ'માં બેંકે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં સુધારના કારણે આ ક્ષેત્રે દુનિયામાં સૌથી વધારે તેજીથી વધતા ક્ષેત્રનો દરજ્જો ફરીથી મેળવ્યો છે.

    ભારત અંગે કહેવામાં આવી રહ્યું છે કે તેની આર્થિક વૃદ્ધિ 2017માં 6.7 ટકાથી વધીને 2018માં 7.3 ટકા થઇ શકે છે. અંગત રોકાણ અને અંગત ખપતમાં સુધારથી સતત આગળ વધવાની આશા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશનો વૃદ્ધિ દર 2019-20માં વધીને 7.5 થઇ જશે. ભારતનો વૈશ્વિક વૃદ્ધિનો ફાયદો લેવા માટે નિવેશ અને નિર્યાત વધારવાનો ઉપાય આપ્યો છે.

    દર મહિને 13 લાખ નવા લોકો કામકાજ કરવાની ઉંમરમાં પ્રવેશ કરે છે. ભારતને પોતાની રોજગાર દરને વધારી રાખવા માટે 81 લાખ નોકરીઓ ઉતપન્ન કરવી પડશે. જો કે 2005-15ના આંકડાના વિશ્લેષણ પ્રમાણે સતત વૃદ્ધિ દર નીચે આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ મહિલાઓ નોકરીથી દૂર રહે છે તે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: GDP increase, GDP rate, ભારત, વર્લ્ડ બેંક

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन