પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કેટલાક દિવસ પહેલા જીડીપી ગ્રોથ (Indian GDP)માં આવેલા ઘટાડાને લઈને કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. હવે કેન્દ્રએ પૂર્વ પીએમને જવાબ આપતા કહ્યું છે કે જ્યારે મનમોહન સિંહ (Manmohan Singh) પીએમ (Prime Minister) હતા તે સમયે દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરે હતી. જ્યારે હાલ દેશની અર્થવ્યવસ્થા ત્રણ સૌથી મોટી આર્થિક તાકાત તરફ ઝડપથી આગળ વધી રહી છે. પૂર્વ પીએમની ટિપ્પણી પર પુછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ વાત કહી હતી.
પૂર્વ પ્રધાનમંત્રી મનનમોહન સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકાની જીડીપી( GDP) વૃદ્ધિ દર દર્શાવે છે કે આપણે આર્થિક નરમીના એક લાંબા દોરમાં ફસાઈ ગયા છીએ.
સરકારે આપી સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar)કહ્યું હતું કે એક જવાબદાર સરકાર હોવાના કારણે અમે આ મુદ્દે ધ્યાન આપી રહ્યા છીએ. જીએસટી પ્રક્રિયા દરમિયાન પણ આપણે જોયું હતું કે જીએસટી કાઉન્સિલ દર મહીને મિટિંગ કરે છે અને જરુરી નિર્ણય લેશે અને આ યોગ્ય રીતે ચાલી રહ્યું છે. જનતાની સહયોગી સરકાર આ રીતે કામ કરે છે. આપણને પુરી રીતે આશા છે કે દેશની અર્થવ્યવસ્થા ફરી ચમકશે અને સારું પ્રદર્શન કરશે.
વર્ષ 2019-20ના પ્રથમ ક્વાર્ટરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે આર્થિક વિકાસ દર 5 ટકા રહ્યો છે. ગત નાણાંકીય વર્ષના આ ક્વાર્ટર દરમિયાન વિકાસ દર 8 ટકા હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર