Home /News /business /India GDP: નાણાંકીય વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકાની ગતિથી ભારતની GDP વધી

India GDP: નાણાંકીય વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકાની ગતિથી ભારતની GDP વધી

NSO દ્વારા બુધવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એક વર્ષમાં સૌથી ઝડપી વાર્ષિક વૃદ્ધિ મેળવી છે

India GDP Grows - જોકે આ ભારતીય રિઝર્વ બેંકના વિત્ત વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટરમાં 16.2% જીડીપી વૃદ્ધિના અંદાજથી ઓછી છે

    નવી દિલ્હી : નાણાંકીય વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટર એટલે કે 30 જૂન 2022 સુધીના 3 મહિનામાં ભારતની જીડીપી 13.5 ટકા (India GDP Grows)રહી છે. જોકે આ ભારતીય રિઝર્વ બેંકના વિત્ત વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટરમાં 16.2% જીડીપી વૃદ્ધિના અંદાજથી ઓછી છે. Q1FY22માં ભારતની જીડીપી (India GDP)વૃદ્ધિ 20.1 ટકા હતી. જાન્યુઆરી-માર્ચમાં જીડીપી એક વર્ષ પહેલા 4.1 ટકા ઉપર હતી.

    NSO દ્વારા બુધવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એક વર્ષમાં સૌથી ઝડપી વાર્ષિક વૃદ્ધિ મેળવી છે. ગત વિત્ત વર્ષના અંતિમ ક્વાર્ટરમાં (ડિસેમ્બર-માર્ચ) જીડીપી ગ્રોથ ફક્ત 4.1 ટકા હતો. જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ વધવાના કારણે લો બેસ સાથે આર્થિક ગતિવિધિઓમાં આવેલી તેજી છે.

    આ પણ વાંચો - 10 વર્ષથી મોટા બાળકનું ખોલો એકાઉન્ટ, ભવિષ્ય બનશે ઉજ્જવળ, દર મહિને થશે કમાણી

    રેટિંગ એજન્સી ઇકરા (ICRA)એ જીડીપીમાં 13 ટકાના ગ્રોથનો અંદાજ લગાવ્યો હતો. ભારતીય સ્ટેટ બેંકે (SBI)પોતાના રિપોર્ટમાં 15.7 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. RBIએ આ મહિનાની શરૂઆતમાં મોનિટરી પોલિસી કમિટીની બેઠક દરમિયાન કહ્યું હતું કે વર્તમાન વિત્ત વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ લગભગ 16.2 ટકા રહી શકે છે. જોકે આજે જે આંકડા આવ્યા તે પ્રમાણે ફક્ત ઇકરાના અંદાજથી જ ઉપર છે.

    દુનિયામાં સૌથી ઝડપી આગળ વધતી ઇકોનોમી છે ભારત


    ભારતીય ઇકોનોમીનો આ બીજી સૌથી વધારે ગ્રોથ છે. આ પહેલા ગત વિત્ત વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 20.1 ટકા રહ્યો હતો. આ રીતે ઇન્ડિયા દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી ઇકોનોમી છે. આ વર્ષે વિત્ત વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકાનો ગ્રોથ એવા સમયે આવ્યો છે જ્યારે ચીન પોતાની ઇકોનોમીને ગિરાવટથી બચાવવા માટે ઘણા પ્રયત્ન કરી રહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: GDP, GDP growth, India GDP

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन