Home /News /business /દેશની આર્થિક વૃદ્ધિનો જાહેર થયો આંકડો, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ 8.3% થી ઘટીને 6.3% થયો
દેશની આર્થિક વૃદ્ધિનો જાહેર થયો આંકડો, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ 8.3% થી ઘટીને 6.3% થયો
દેશની આર્થિક વૃદ્ધિને લઈને માઠા સમાચાર
India GDP Latest Data: ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ 8.3% થી ઘટીને 6.3% થયો છે. જોકે, આ આંકડા બજારના અંદાજ પ્રમાણે છે.
India GDP Data: GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP પરથી આપણે દેશની આર્થિક પ્રગતિ જાણીએ છીએ. આ આંકડાઓમાં દેશની ગતિવિધિઓનો હિસાબ રહે છે. જેના ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, કયા ક્ષેત્રો દેશના વિકાસમાં અવરોધરૂપ છે. આ ઉપરાંત, તે ક્ષેત્રો દેશની આર્થિક પ્રગતિ વિશે પણ માહિતી આપે છે. જણાવી દઈએ કે, વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ 8.3% થી ઘટીને 6.3% પર આવી ગયો છે. જોકે, આ આંકડા બજારના અંદાજ પ્રમાણે છે.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના GDP ગ્રોથના આંકડા
(1) જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ ઘટીને 6.3 ટકા પર આવી ગયો છે. એક વર્ષ પહેલા એટલે કે, 2021ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ ગ્રોથ 8.4 ટકા હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરની સરખામણીમાં GDP ગ્રોથ 13.5 ટકાથી ઘટીને 6.3 ટકા થયો છે.
(2) એપ્રિલ-જૂનની સરખામણીમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ગ્રોથ 4.5 ટકાથી વધીને 4.6 ટકા થઈ છે. આ સાથે, એક વર્ષ પહેલા જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, કૃષિ વિકાસ 3.2 ટકાથી વધીને 4.6 ટકા થયો છે.
(3) એપ્રિલ-જૂનની સરખામણીમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સર્વિસ ગ્રોથ 17.6% થી ઘટીને 9.3% થઈ ગયો છે. ગયા વર્ષની સરખામણીમાં તે 10.2 ટકાથી ઘટીને 9.3 ટકા પર આવી ગયો છે.
(4) ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ 8.6% થી ઘટીને -0.8% થયો (QoQ) અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ 7% થી ઘટીને -0.8% (YoY) થયો.
(5) Q2 ગવર્મેન્ટ કંઝપ્શન ગ્રોથ -4.4 ટકા રહી છે.
ભારતમાં આર્થિક સ્થિતિ
(6) પબ્લિક એડમિન ગ્રોથ 19.4% થી ઘટીને 6.5% (YoY) અને પબ્લિક એડમિન ગ્રોથ 26.3% થી ઘટીને 6.5% (QoQ) થયો