નાસિકમાં ચલણી નોટો છાપતા પ્રિન્ટીંગ પ્રેસની રસપ્રદ માહિતી, આટલા દેશોની નોટો છપાય છે અહી

નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ નોટ નાસિકમાંથી છાપવામાં આવી હતી. તે સમયે આ યુનિટમાં ઓવરટાઈમ કામ થઈ રહ્યું હતું.

નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ નોટ નાસિકમાંથી છાપવામાં આવી હતી. તે સમયે આ યુનિટમાં ઓવરટાઈમ કામ થઈ રહ્યું હતું.

  • Share this:

નાસિકમાં ચલણી નોટો છાપવા માટેની પ્રેસ છે. જેની સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે. સિક્યોરિટી પ્રિન્ટીંગ એન્ડ મીટીંગ કોર્પોરેશન ઈન્ડિયા હેઠળ કરન્સી નોટ પ્રેસ નાસિકનો સમાવેશ થાય છે. આ કોર્પોરેશનના સમગ્ર દેશમાં 9 યુનિટ્સ છે અને નાસિકમાં તેના 2 યુનિટ્સ છે.એક યુનિટ્સમાં નોટ્સ છાપવામાં આવે છે અને બીજા યુનિટ્સમાં સ્ટેમ્પ પેપર, રેવન્યૂ ટિકિટ, પાસપોર્ટ અને વિઝા વગેરે છાપવામાં આવે છે. આ તમામ યુનિટ્સમાં ખૂબ જ સુરક્ષા ગોઠવવામાં આવી છે. યુનિટ્સમાં પ્રવેશતા સમયે અને બહાર નીકળતા સમયે ચેકિંગ કરવામાં આવે છે. અનેક પ્રકારના સ્તર પર તપાસ કરવામાં આવે છે, જેથી કોઈ પ્રેસની બહાર કંઈ પણ લઈને જઈ શકે નહીં.


નાસિકની આ કરન્સી પ્રેસ મુંબઈથી 188 કિલીમીટર દૂર છે. આ જગ્યા પર બ્રિટીશ શાસનકાળ દરમિયાન વર્ષ 1928માં સૌથી પહેલા નોટ છાપવાનું મશીન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જ જગ્યા પર ભારતમાં કરન્સી છાપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ જગ્યા પર ઉચ્ચ ક્વોલિટીની નોટ છાપવામાં આવે છે. નાસિક ભારતનું એક એવું યુનિટ છે, જ્યાં એક સમયે નેપાળ, ભૂતાન, બર્મા, બાંગ્લાદેશ, ઈસ્ટ આફ્રિકા અને ઈરાકની કરન્સી છાપવામાં આવતી હતી.


નાસિકની આ કરન્સી પ્રેસ 14 એકર એરિયામાં ફેલાયેલી છે. ત્યાં હાઈ સિક્યોરિટી પ્રિન્ટીંગ કોમ્પલેક્ષ પણ છે, જેમાં કર્મચારીઓના રેજિડેન્શિયલ કોમ્પલેક્ષ પણ છે. અહીંયા જરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી રહે છે, બહાર જવાની જરૂરિયાત રહેતી નથી.


stock market tips: આ બે સ્ટોક કરી શકે માલામાલ, દિગ્ગજ રોકાણકાર સંજીવ ભસીન આપે છે આ સલાહ

કરન્સી નોટનું યુનિટ ડિઝાઈનિંગ, ઈન્ગ્રૈવિંગ, સમગ્ર પ્રિન્ટીંગ, ઓફસેટ પ્રિન્ટીંગ, ઈટાગલિયો પ્રિન્ટીંગ મશીન સાથે નંબરિંગ અને ફિનિશિંગ મશીનો જેવી સુવિધાઓથી સજ્જ છે. આ ISO 9001:2000 & ISO 14001:2004 સર્ટીફાઈડ યુનિટ્સ છે, જ્યાં કરન્સી અંગેની તમામ કાઉન્ટિંગ અને સિક્યોરિટી સિસ્ટમ છે.


કરન્સીની આધુનિક ડિઝાઈન પર જે પ્રકારના કામ થઈ શકે છે, તે તમામ કામ આ યુનિટમાં મશીન દ્વારા થાય છે. બહાર બીજે ક્યાંય છપાઈ ના શકે તે પ્રકારની કરન્સી, રેવન્યૂ સ્ટેમ્પનું છાપકામ આ પ્રેસમાં થાય છે. આ કારણોસર બહાર છાપવામાં આવેલ નોટ પકડાઈ જાય છે. બહાર છાપવામાં આવેલ નોટમાં ટેકનિકના રૂપે તમામ લૉક્સ અને જોગવાઈ હોતી નથી. એક સમયે આ યુનિટમાં બહારના દેશની નોટ્સ છાપવામાં આવતી હોવાથી, આ યુનિટ્સ અત્યાધુનિક ટેકનિકથી સજ્જ છે.


નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ નોટ નાસિકમાંથી છાપવામાં આવી હતી. તે સમયે આ યુનિટમાં ઓવરટાઈમ કામ થઈ રહ્યું હતું. એક દિવસમાં નોટના 4 કરોડ પીસ છાપવામાં આવી રહ્યા હતા, જેમાં રૂ.500, રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.20 અને રૂ.10ની નોટ શામેલ હતી. આ યુનિટમાં રૂ.2000ની નોટ છાપવામાં આવતી નહોતી. રૂ.2000ની નોટ મૈસૂર અને બંગાળની સાલબોની પ્રેસમાં છાપવામાં આવતી હતી.


શરૂ કરો નોકરીથી વધારે નફા વાળો બિઝનેસ, એક વખત લગાવો 5 લાખ રૂપિયા અને દર મહિને કરો રૂ. 70,000ની કમાણી

નાસિકમાં કરન્સી નોટ પ્રેસમાં ઉત્પાદનની સ્થિતિમાં સુધારો થયો છે. સમયની સાથે ટેકનોલોજીની મદદથી મશીનોનું ઓટોમેશન થયું છે, જેના કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલના સમયમાં આ પ્રેસમાં 2,547 કર્મચારી કામ કરી રહ્યા છે.


પહેલાના સમયમાં નોટો છાપવા અને તેમને પેપરમાં સ્ટોર કરીને રાખવામાં આવતી તેનો આ જૂનો ફોટો છે. તે સમયે માત્ર નાસિક નહીં પરંતુ સમગ્ર દેશમાં તેની ચર્ચા કરવામાં આવતી હતી. નાસિક બાદ દેશના અનેક સ્થળ પર કરન્સી અને સિક્કાનું કામ શરૂ થયું, પરંતુ આજના સમયમાં પણ નાસિકમાં નોટો છાપવાની સાથે સ્ટેમ્પ પેપર, પાસપોર્ટ અને વીઝા છાપવાનું મોટા પાયે કામ થાય છે.
આ સમગ્ર વિસ્તાર હાઈ સિક્યોરિટી ઝોનમાં આવે છે. આ સ્થળ પર હંમેશા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ફોર્સના જવાન તૈનાત રહે છે. તેઓ પ્રેસની સુરક્ષાનું કામ કરે છે, તેની સાથે સાથે જ્યારે પણ કરન્સીને કોઈ જગ્યા પર મોકલવામાં આવે તો ત્યારે પણ તેઓ ખૂબ જ સક્રિય રહે છે.


First published: