ચીન-ભારત ઘર્ષણ વચ્ચે સમજો 'મેડ ઈન ઈન્ડિયા' અને 'એસેમ્બલ ઈન ઈન્ડિયા' વચ્ચેના તફાવતનું પૂરૂ ગણિત

'મેડ ઈન ઈન્ડિયા', 'એસેમ્બલ ઈન ઈન્ડિયા' અને 'મેક ઈન ઈન્ડિયા' વચ્ચેનો તફાવત

લોકોનું કહેવું છે કે, મેડ ઈન ચાઈના સાથે જ ચીનના એસેમ્બલ ઈન ઈન્ડિયા ઉત્પાદનોનો પણ બહિસ્કાર કરવો જોઈએ. હવે સવાલ એ ઉઠે છે કે, આ બંનેમાં શું અંતર છે.

 • Share this:
  નવી દિલ્હી : ભારત અને ચીનની સેના વચ્ચે પશ્ચિમી લદ્દાખની ગલવાન ઘાટીમાં તણાવ સળંગ વધી રહ્યો છે. સીમા પર સોમવારે રાત્રીથી શરૂ થયેલા હિંસક ઘર્ષણમાં અત્યાર સુધીમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા છે, જ્યારે કેટલાક ચીની સૈનિકોને પણ જાનહાની પહોંચી છે. આ બધા વચ્ચે દેશમાં પણ ચીન વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. લોકોએ ચીની સામાનનો બહિસ્કાર શરૂ કરી દીધો છે. તો એકવાર ફરી મેડઈન ઈન્ડિયા પ્રોડક્ટને પ્રોત્સાહન આપવાની વકાલત શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કેટલાક લોકોનું કહેવું છે કે, મેડ ઈન ચાઈના સાથે જ ચીનના એસેમ્બલ ઈન ઈન્ડિયા ઉત્પાદનોનો પણ બહિસ્કાર કરવો જોઈએ. હવે સવાલ એ ઉઠે છે કે, આ બંનેમાં શું અંતર છે.

  મેડ ઈન ઈન્ડિયામાં કાચામાલથી લઈ શ્રમ બળ બધુ જ ભારતીય

  જ્યારે કોઈ પ્રોડક્ટના કમ્પોનેન્ટ અને ટેકનિક ભારતમાં જ વિકસિત કર્યા બાદ અંતિમ ઉત્પાદ તૈયાર કરવામાં આવે તો, તેને 'મેડ ઈન ઈન્ડિયા' પ્રોડક્ટ કહેવામાં આવશે. સરળ શબ્દોમાં સમજીએ તો, કોઈ પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ, શ્રમબળ, ટેકનિક, એસેમ્બલિંગ ભારતમાં જ હોય તો તે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ કહેવાય છે. એટલે કે કોઈ પ્રોડક્ટ તૈયાર કરવામાં કોઈ પણ ટેકનીક કે, વસ્તુ દરેક ભારતીય જ હોય છે. આ સિવાય, જો કોઈ વિદેશી કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ યૂનિટ લગાવે છે અને પ્રોડક્ટ તૈયાર કરવા માટે તમામ સંશાધન અહીંથી ભેગા કરે છે તો આ પ્રોડક્ટ પણ 'મેક ઈન ઈન્ડિયા' કહેવાશે. તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સૌથી મોટો મુદ્દો હોય છે. જો વિદેશી કંપની ચૂકવણીના બદલે કોઈ પ્રોડક્ટની ટેક્નોલોજી ટ્રાન્સફર કરી દે છે તો તેની દેખરેખ માટે સંબંધિત દેશ પર નિર્ભરતા ખતમ થઈ જાય છે.

  મેક ઈન ઈન્ડિયાથી ભારતની અર્થવ્યવસ્થાને મળે છે મજબૂતી

  નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ જ્યારે કેન્દ્ર સરકારે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યું તો, વિદેશી કંપનીઓ સામે પહેલી શરત ટેક્નોલોજી ટ્રાન્સફરની જ રાખી હતી. તેનાથી ભવિષ્યમાં આ ટેકનીકને અપગ્રેડ કરી પૂરી રીતે પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થઈ શકે. જેથી આ પ્રોડક્ટ ભવિષ્યમાં મેક ઈન ઈન્ડિયાથી મેડ ઈન ઈન્ડિયામાં ફેરફાર કરી શકાય. આનાથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી મળે છે. વિદેશી રોકાણને પ્રોત્સાહન મળે છે. પ્રોડક્ટનું નિર્માણ ભારતમાં જ થતા રોજગારના અવસર વધે છે. સાથે આમાં આયાત અને નિકાસનું અંતર ઓછુ કરી શકાય છે. જેથી ભારતીય મુદ્રાને પણ મજબૂતી મળે છે.

  એસેમ્બલ ઈન ઈન્ડિયામાં લાગે છે ભારતનું શ્રમબળ-સુવિધાઓ

  જો કોઈ વિદેશી કંપની પોતાનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ ભારતમાં લગાવે છે અને તેના તમામ કમ્પાનમેન્ટ પોતાના દેશથી આયાત કરી ભારતીય શ્રમ બળનો ઉપયોગ કરી અંતિમ ઉત્પાદન તૈયાર કરે છે તો તેને એસેમ્બલ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો, એેસેમ્બલ ઈન ઈન્ડિયા પ્રોડક્ટમાં કાચા માલથી લઈ ટેકનીક અને તમામ કમ્પોનેન્ટ સંબંધિત દેશમાં જ બનાવવામાં આવે છે. ત્યારબાદ તે ભારતમાં લાવી એસેમ્બલિંગ યૂનિટમાં માત્ર તે તમામ કમ્પોનેન્ટ જોડી ફાઈનલ પ્રોડક્ટ તૈયાર કરી તેના પર એસેમ્બલ ઈન ઈન્ડિયાનો માર્કો લગાવી દેવામાં આવે છે. આવા ઉત્પાદનને કોઈ પણ પ્રકારે ભારતીય ઉત્પાદનની શ્રેણીમાં નથી રાખવામાં આવતા.

  2014થી 2017 વચ્ચે ચીનથી આ રીતે વધ્યું કમ્પોનેન્ટની આયાત

  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વર્ષ 2018ના એક રિપોર્ટ અનુસાર, ભારત 2014માં ચીન પાસેથી 6.3 અબજ ડોલરની કિંમતના મોબાઈલ હેન્ડસેટ આયાત કરતું હતું. પછી નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ આ આંકડો સતત ઘટતો ગયો. ભારતે 2017માં 3.3 અબજ ડોલરના મોબાઈલ હેન્ડસેટ આયાત કર્યા. ઉલ્લેખનીય છે કે, આ તફાવત મેક ઈન ઈન્ડિયા અભિયાનના કારણે સંભવ થઈ શક્યો છે. જોકે, તેનો બીજો પહેલુ એ હતો કે, ભારતે આ બધા વચ્ચે મોબાઈલ કમ્પોનેન્ટની જબરદસ્ત આયાત કરી હતી. આંકડામાં સમજીએ તો, ભારતે 2014માં ચીન પાસેથી 1.3 અબજ ડોલરના મોબાઈલ કમ્પોનેન્ટ આયાત કર્યા હતા. તો 2017માં આ આયાત 9.4 અબજ ડોલર પહોંચી ગઈ હતી. તેનાથી ચીનથી મોબાઈલ ફોન્સ અને ટેલિકોમ પાર્ટ્સની કુલ આયાત 12.7 અબજ ડોલર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ચીનની કંપનીઓ પોતાના દેશથી કમ્પોનેન્ટ આયાત કરી મોબાઈલ ફોન્સની ભારતમાં એસેમ્બલિંગ કરી રહી હતી.
  Published by:kiran mehta
  First published: