સરહદ પર સુધરેલી સ્થિતિની વચ્ચે હવે ચીનની કંપનીઓ માટે ખુલશે દરવાજા! FDI પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે ભારત

સરહદ પર સુધરેલી સ્થિતિની વચ્ચે હવે ચીનની કંપનીઓ માટે ખુલશે દરવાજા! FDI પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે ભારત
ચીન તરફથી આવ્યા છે 12 હજાર કરોડના FDI પ્રસ્તાવ, મોદી સરકાર આપી શકે છે મંજૂરી

ચીન તરફથી આવ્યા છે 12 હજાર કરોડના FDI પ્રસ્તાવ, મોદી સરકાર આપી શકે છે મંજૂરી

 • Share this:
  નવી દિલ્હી. ભારત-ચીન સરહદ (India-China Border) પર પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની છચ્ચે કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે ભારત આગામી થોડાક સપ્તાહમાં ચીનથી આવેલા કેટલાક રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલી સમજૂતી બાદ PLAએ પૂર્વ લદાખના પેન્ગોગ લેક (Pangong Lake)ના ઉત્તર કિનારા પર ફિંગર-4 ક્ષેત્રને ઝડપથી ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.

  ચીન તરફથી આવ્યા છે 12 હજાર કરોડના FDI પ્રસ્તાવ


  ભારતમાં એપ્રિલ 2020થી પડોશી દેશોની કંપનીઓ માટે સરકારની મંજૂરી બાદ જ કોઈ પણ ક્ષેત્રમાં રોકાણના નિયમ છે. આ નિર્ણય મુજબ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ માટે ચીનના FDI પ્રસ્તાવોને પહેલા સરકારી મંજૂરી લેવી પડશે. હાલમાં ચીનથી આવેલા લગભગ 12 હજાર કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ ડિસેમ્બર 2020માં પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારને એપ્રિલથી અત્યાર સુધી ચીનથી લગભગ 12 હજાર કરોડ રૂપિયાના 120થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણના પ્રસ્તાવ મળ્યા છે. આ પ્રસ્તાવ જૂન રોકાણમાં વધારા સાથે જોડાયેલા છે.  આ પણ વાંચો, દિલ્હીની સરહદો પર કિસાન આંદોલન નબળું પડી રહ્યું છે કે ખેડૂતોએ બનાવી કોઈ નવી રણનીતિ?

  આ સેક્ટર્સ માટે FDI પ્રસ્તાવની મંજૂરી બાકી

  પેટીએમ (Paytm), ઝોમેટો (Zomato), ઉડાન (Udaan) જેવા દેશના મોટા સ્ટાર્ટઅપ્સમાં ચીની રોકાણકારો (Chinese Investors)એ ખૂબ નાણા રોક્યા છે. તેઓ ફ્રેશ ફંડની રાહ જોઇ રહ્યા છે, પરંતુ સરકારની મંજૂરી વગર તે શક્ય નથી. મંજૂરીની રાહ જોઈ રહેલા રોકાણના પ્રસ્તાવોમાં ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક અને ફાઇનાન્સ સેક્ટર માટે છે. ચીને આ મુદ્દાને WTOની સામે પણ ઉઠાવ્યો હતો.

  આ પણ વાંચો, SBI ગ્રાહકોને દર મહિને 10 હજાર રૂપિયા કમાવાની તક, ઉઠાવો આ બેસ્ટ સેવિંગ સ્કીમનો લાભ

  નોંધનીય છે કે, પૂર્વ લદાખમાં ચીન અને ભારતની વચ્ચે ગતિરોધ બાદ મોદી સરકારે એપ્રિલ 2020માં કોરોના મહામારીની વચ્ચે તકનો ફાયદો ઉઠાવતા ચીનની કંપનીઓ પર લગામ કસવા માટે આ નિર્ણય લીધો હતો. એપ્રિલમાં DPIITએ કહ્યું હતું કે ભારતની સરહદો જોડાયેલા કોઈ પણ દેશની કંપની કે વ્યક્તિને ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરતાં પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.

  Published by:Mrunal Bhojak
  First published:February 17, 2021, 07:06 am

  ટૉપ ન્યૂઝ