સીમા પર તણાવ વધતા સેન્સેક્સમાં 839 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા

News18 Gujarati
Updated: August 31, 2020, 4:33 PM IST
સીમા પર તણાવ વધતા સેન્સેક્સમાં 839 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા
પ્રતિકાત્મક તસવીર

સોમવારે બજાર પડતા રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે.

  • Share this:
લદાખમાં આવેલ પેંગોંગ સો ઝીલના દક્ષિણ વિસ્તાર પર ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે થયેલી હિસંક અથડામણના કારણે ઘરેલુ શેર બજારમાં તેની માઠી અસર થઇ છે. ભારત અને ચીનની વચ્ચે ફરી એક વાર સીમા વિવાદ વધવાથી શેર બજારમાં ઉપરી સ્તરથી ઝડપથી ભડાકો થયેલો જોવા મળ્યો છે.

સેંસેક્સ 725 અંક પડ્યો છે જ્યારે નિફ્ટી લગભગ 200 અંક પડ્યો છે. સીમા પર તણાવ વધતા હેવીવેટ શેર જેવા કે આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ, મારુતિ, એચડીએફસી, એચયુએલ 5 ટકા જેવા પડ્યા છે. બજારમાં આ પછડાટના કારણે રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુક્શાન થયું છે.

સોમવારે બજાર પડતા રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 1,58,32,220.15 કરોડ રૂપિયા હતા. જ્યારે આજે 4,08,591.41 કરોડ રૂપિયા ઘટીને 1,54,23,628.74 કરોડ રૂપિયા થઇ ગયું છે.

આજે સોમવાર 31 ઓગસ્ટે નાણાંકીય વર્ષમાં દેશની પહેલા ક્વાટર માટે જીડીપી એટલે કે આર્થિક વિકાસ દરના આંકડા જાહેર કરવામાં આવશે. કોવિડ 19એ દેશની અર્થવ્યવસ્થાની તસવીર બદલી છે જે આ આંકડાઓમાં પણ ચોક્કસથી નજરે પડશે. જીડીપીના આંકડા પર બજાર અને રોકાણકારીની પણ નજર રહેશે. આરબીઆઇથી લઇને તમામ રેટિંગ એજન્સી જીડીપી પડવાની આશંકા પહેલા જ વ્યક્ત કરી ચૂકી છે. આ પહેલા પણ ચીન અને ભારત વચ્ચે સંબંધો વણસતા શેર બજારને મોટો ફટકો પડ્યો હતો. ત્યારે ફરી એક વાર શેર બજાર પર ભારત અને ચીનના વણસતા સંબંધોની અસર જોવા મળી છે.
Published by: Chaitali Shukla
First published: August 31, 2020, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading