Home /News /business /

સ્ટાઈલિશ લુક અને દમદાર એન્જિન હોવા છતાં ફ્લોપ થઈ આ 5 કાર, જાણો તેનું મોટું કારણ

સ્ટાઈલિશ લુક અને દમદાર એન્જિન હોવા છતાં ફ્લોપ થઈ આ 5 કાર, જાણો તેનું મોટું કારણ

આ પાંચ કાર ભારતીય બજારમાં ફ્લોપ રહી.

ટાટા હેક્સા એ કેપેબલ એસયુવીમાંથી એક હતી જે હાઈવે ઉપરાંત ઓફ-રોડ વિસ્તારમાં પણ સરળતાથી જઈ શક્તી હતી. તેમાં 2179ccનું ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું હતું, જે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનમાં આવે છે.

  નવી દિલ્હી. આપણે બધા જાણીએ છીએ કે કોઇપણ કારની સફળતા તેના સ્ટાઈલિશ લુક (Cars look and features), ફીચર્સ અને કારની કંપનીના નામ પર નિર્ભર કરે છે. કોઇ પણ ગ્રાહક કાર ખરીદતી વખતે તેના આકર્ષક લુક, ફીચર્સ અને તેની કિંમત (Car price)ને જુએ છે. ભારતમાં કેટલીક એવી ગાડીઓ છે જે આ બધા જ ગુણ હોવા છતાં દેશમાં સારો બિઝનેસ નથી કરી શકી. તો આવો જાણીએ એ કાર વિશે.

  Mitsubishi Pajero Sport

  મિત્શુબિશી પજેરો 2000ના દાયકામાં એક ખૂબ જાણીતું નામ હતું. લોકો આ ગાડીને ઓફ રોડ કિંગ માનતા હતા. 2012માં આ ગાડીનું મિત્શુબિશી પજેરો સ્પોર્ટના રૂપમાં નવું વર્ઝન પણ લાવવામાં આવ્યું હતું. ગાડીનું નવું વર્ઝન જૂના જેટલું જ દમદાર હતું. કમનસીબે આ ગાડીનું સારું માર્કેટિંગ ન થવાથી તે ઓફ-રોડર ગ્રાહકોને એટલી આકર્ષી ન શકી.

  Mahindra Alturas G4

  આ ગાડીને 2019માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. મહિન્દ્રાની ફ્લેગશિપ એસયુવીના નામે ઓળખાતી આ ગાડી બહુ આકર્ષક હતી. આ ગાડી કંપની તરફથી ફુલ સાઈઝ એસયુવી Ford Endeavour અને Toyota Fortunerને ટક્કર આપવા માટે લોન્ચ થઈ હતી. મહિન્દ્રા કંપનીની આ એસયુવીની કિંમત 28.77 લાખ રૂપિયાથી 31.77 લાખ રૂપિયા સુધીની છે. આ ગાડીમાં 2.2 લીટરના ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન (180PS/420Nm)ની સુવિધા છે. આ સાથે આ ડીઝલ એન્જિન 7-સ્પીડ AT ગિયરબોક્સ સાથે આવે છે. ગાડીમાં સનરૂફ, ડુઅલ-ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ અને 8-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ જેવા એડિશનલ ફીચર્સ પણ છે. પરંતુ ભારતમાં આ ગાડી અમુક કારણોસર સારો વેપાર ન કરી શકી.

  આ પણ વાંચો: IRCTC બની 1 ટ્રિલિયન માર્કેટ કેપમાં સામેલ થનારી 9મી PSU, શેરમાં તેજી અંગે નિષ્ણાતોએ કહી આ વાત

  Skoda Superb

  આ એક પ્રીમિયમ સેડાન કાર છે, જેમાં 2-લીટર ટર્બોચાર્ડ્ર પેટ્રોલ એન્જિન (190PS/320Nm) છે. તમને જણાવી દઈએ કે આ એન્જિન 7-સ્પીડ DSG સાથે જોડવામાં આવ્યું છે. એડિશનલ ફીચર્સની વાત કરીએ તો તેમાં 360-ડિગ્રી કેમેરા, એડેપ્ટીવ LED હેડલેમ્પ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો અને વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર વગેરે સામેલ છે. પણ આ ગાડીએ ગ્રાહકોનું ધ્યાન પોતાની તરફ ઓછું ખેંચ્યું.

  Tata Hexa

  ટાટા હેક્સા એ કેપેબલ એસયુવીમાંથી એક હતી જે હાઈવે ઉપરાંત ઓફ-રોડ વિસ્તારમાં પણ સરળતાથી જઈ શક્તી હતી. તેમાં 2179ccનું ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું હતું, જે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનમાં આવે છે. BS6 એમિશન નોર્મ્સ લાગૂ થવા પહેલાં 2020માં Hexaને બંધ કરી દેવામાં આવી હતી.

  આ પણ વાંચો: સ્ટિયરિંગ ફેલ થતાં પહેલા જોવા મળશે આ 5 સંકેત, સતર્કતા રાખશો તો દુર્ઘટનાથી બચી જશો!

  Mahindra TUV300

  મહિન્દ્રા TUV300 એક ઇકોનોમિકલ અને કેપેબલ એસયુવી હોવા છતાં પણ ગ્રાહકોને આકર્ષિત ન કરી શકી. મહિન્દ્રાએ તાજેતરમાં જ આ કારને અપડેટ કરીને બોલેરો નિયોનું નામ આપ્યું છે. તેમાં રિયર વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે. નવી કારમાં 1.5-લીટર 3-સિલિન્ડર ટર્બો-ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, 100 હોર્સપાવરનું પાવર આઉટપુટ અને 240 એનએમનું પીક ટોર્ક આપે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Auto, Auto news, Mahindra and Mahindra, TATA, કાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन