Home /News /business /GII Ranking 2022: ઊભરતી અર્થવ્યવસ્થામાં ભારતનું શાનદાર પ્રદર્શન, ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સમાં 40મું સ્થાન મેળવ્યું

GII Ranking 2022: ઊભરતી અર્થવ્યવસ્થામાં ભારતનું શાનદાર પ્રદર્શન, ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સમાં 40મું સ્થાન મેળવ્યું

Global Innovation Index Ranking 2022

Global Innovation Index Ranking 2022: ભારતે શાનદાર પ્રદર્શન કરતા આ રેન્કીંગના ટોપ 40માં જગ્યા બનાવી છે. વર્લ્ડ ઈંટેલેક્ચુઅલ ઓર્ગેનાઈઝેશન તરફથી 29 સપ્ટેમ્બરે એન્યુઅલ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં બતાવ્યુ છે કે, ભારત નિમ્ન મધ્યમ આવક ક્લાસમાં ઈનોવેશન લીડર છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: દેશમાં સ્ટાર્ટઅપ સેક્ટર માટે તૈયાર ઉત્તમ માહોલના કારણે ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સમાં ભારતના રેન્કીંગમાં સુધારો યથાવત રહ્યો છે. દેશે શાનદાર પ્રદર્શન કરતા આ રેન્કીંગમાં ટોપ 4માં જગ્યા બનાવી છે. વર્લ્ડ ઈંટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન તરફથી 29 સપ્ટેમ્બરે એન્યુઅલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ભારત નિમ્ન મધ્યમ આવક ક્લાસમાં ઈનોવેશન લીડર છે.

    WIPOના આ રિપોર્ટ અનુસાર, સ્વિટઝરલેન્ડ, સંયુક્ત રાજ્ય અમેરિકા, સ્વીડન, યૂનાઈટેડ કિંગડમ અને નેધરલેન્ડ દુનિયાની સૌથી ઈનોવેટિવ અર્થવ્યવસ્થાઓ છે. જેમાં ચીન ટોપની 10 માં છે. તો વળી ઈમર્જિંદ ઈકોનોમી સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે, જેમાં ઈંડિયા 40માં સ્થાન પર પહોંચી ગયું છે.

    7 વર્ષમાં 81માં નંબરથી 40માં સ્થાન પર પહોંચ્યું ભારત


    વર્ષ 2020માં ભારતે ટોપ 50માં જગ્યા બનાવી હતી અને આ વર્ષે ટોપ 40માં એન્ટ્રી કરી છે. આ અગાઉ 2015માં ભારતનું રેન્કીંગ 81 હતું. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોરોના મહામારી છતાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને બીજા રોાકણમાં 2021માં ઉછાળો રહ્યો હતો. પણ ઈનોવેશન ઈન્વેસ્ટમેંટમાં ખૂબ જ પડકાર આવી રહ્યા છે. તો વળી ભારતમાં ઈનોવેશન સતત વધતું જાય છે.

    આ પણ વાંચો: PM Speech: 5G ભારતીય માટે અવસર, પડકાર, સપના અને સંકલ્પ, તેનો ઉપયોગ ક્રાંતિ માટે કરવોઃ PM

    ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સ રેન્કીંગના મામલામાં સ્વિટઝરલેન્ડ 12માં વર્ષે સતત દુનિયામાં પ્રથમ નંબર પર છે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે, પેટેંટ્સ સોફ્ટવેર ખર્ચ, હાઈ ટેકનોલોજી નિર્માણ અને ઉત્પાદનમા આ દેશ ટોચ પર છે. આ રેન્કીંગ માટે દરેક દેશનું કેટલીય રીતે આકલન કરવામાં આવે છે. તેમાં સંસ્થાઓ, હ્યૂમ અને કેપિટલ રિસર્ચ તથા ઈંફ્રાસ્ટ્રક્ચર સામેલ છે.


    PM મોદી ઈનોવેશન માટે વૈજ્ઞાનિકોને આપી ચુક્યા છે શ્રેય


    ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સમાં ભારતની સુધરતી રેન્કીંગને લઈને હાલમાં જ પીએમ મોદીએ કહ્યુ હતું કે, જ્યારે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધીઓની સેલિબ્રેટ કરીએ છીએ તો, વિજ્ઞાન આપણા સમાજનો ભાગ બની જાય છે. તે પાર્ટ ઓફ કલ્ચર્સ બની જાય છે. પીએમ મોદી અનુસાર, અમારી સરકાર સાયન્સ બેસ્ડ ડેવલપમેન્ટના વિચાર સાથે કામ કરી રહી છે. 2014 બાદથી સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઈન્વેસ્ટમાં પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે. સરકારના પ્રયત્નોથી આજે ભારતના ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સ રેન્કીંગમાં સુધારો આવ્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन