પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સીમા પાર છુપાઈ બેઠેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કર્યા બાદ ઘભરાયેલા રોકાણકારોએ પાકિસ્તાનથી પૈસા પરત લેવાનું શરી કરી દીધું છે. બુધવારે પાકિસ્તાનના શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. કરાચી સ્ટોક એક્સચેન્જ (Karachi Stock Exchagne)ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કેએસઈ-100 થોડીક જ મિનિટોમાં 1000 પોઇન્ટથી વધુ તૂટી ગયો. આ ગાબડામાં કરોડો રૂપિયા ડૂબી ગયા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે. એવામાં ભારતની સાથે તણાવ વધવાથી રોકાણકારોમાં ઘભરામપ ફેલાઈ ગઈ છે. તેથી શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે.
કરાચીનું શેર બજાર એક સમયે 1500 પોઇન્ટ સુધી તૂટી ગયું હતું. છેલ્લા બે દિવસમાં બજાર 2000 પોઇન્ટ તૂટી ગયું છે. બીજી તરફ, 14 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 6 ટકાનું નુકસાન થયું છે.
હવે આગળ શું?
એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ18 હિન્દીને જણાવ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. જો સ્થિતિ વધુ બગડે છે તો કરાચા શેર બજારમાં ભારે ઘટાડો થઈ શકે છે. જોકે, આવી સ્થિતિમાં ભારતીય શેર બજાર ઉપર પણ નેગેટિવ અસર થશે.