નવી દિલ્હી : વર્લ્ડ બેંક તરફથી ગુરુવારે સવારે જાહેર કરવામાં આવેલા 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' રેન્કિંગમાં ભારતે 14 પોઈન્ટની છલાંગ લગાવી છે. ભારત ગત વર્ષે આ રેન્કિંગમાં 77માં નંબર પર હતું. વર્લ્ડ બેંક તરફથી ગુરુવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારત આ રેન્કિંગમાં 63માં નંબર પર પહોંચ્યું હતું.
ગત વર્ષે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ભારત 190 દેશમાંથી 77માં નંબર પર હતું. આ વર્ષે પણ ભારતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 14 નંબરની છલાંગ લગાવી છે. જોકે, આ રેન્કિંગ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટાર્ગેટને પૂરું કરતું નથી. વડાપ્રધાન મોદીએ આ રેન્કિંગમાં ભારતને ટોપ 50માં જોવા ઈચ્છી રહ્યા છે.
ભારત ઉપરાંત આ વર્ષે સૌથી વધારે પ્રગતિ કરતા 10 રાષ્ટ્રોમાં સાઉદી અરેબિરયા (62), જોર્ડન (75), ટોગો (97), બહરીન (97)સ તઝાકિસ્તાન (106), પાકિસ્તાન (108), કુવૈત (83), ચીન (31) અને નાઇઝિરિયાન (131)નો સમાવેશ થાય છે.
શું છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ?
નોંધનીય છે કે વર્લ્ડ બેંકનું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિગ દેશમાં વેપાર કરવા માટેની તકો, રોકાણકારો સાથે મિત્રતા અને નિયમનકારી વાતાવરણના માપદંડો પર નિર્ભર હોય છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વર્લ્ડ બેંકનું રેન્કિંગ 10 માપદંડો આધારિત હોય છે. આ માપદંડોમાં બિઝનેસ શરૂ કરવા, બાંધકામની પરવાનગી, વીજળી મેળવવા, ક્રેડિટ મેળવવું, કર ચૂકવવા, સરહદ પાર વેપાર, કોન્ટ્રાક્ટ લાગું કરવા અને નાદારીને ઉકેલવા સહિતનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર