ખુશખબર! ખેડૂતોની આવક ડબલ કરવા મોદી સરકારે ભર્યું વધુ એક મોટુ પગલું

News18 Gujarati
Updated: November 3, 2019, 9:39 PM IST
ખુશખબર! ખેડૂતોની આવક ડબલ કરવા મોદી સરકારે ભર્યું વધુ એક મોટુ પગલું
કેન્દ્ર સરકાર પર હતું દબાણ કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર, અન્ય પાકની વાત કરીએ તો, સરકાર લોન લેનારા ખેડૂતોના સહાય રૂપથી એનરોલમેન્ટ પણ કરી રહી છે અને સાથે જ કોન્ટ્રાક્ટ અવધીને 1 વર્ષથી વધારી 3 વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર દ્વારા આ સ્કિમ લાગૂ ન કરવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકા પર દબાણ વધી ગયું હતું કે, તે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ફેરફાર કરે.

કૃષિ મંત્રાલયે 2022 સુધી ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે પણ તમામ પ્રકારની કવાયત શરૂ કરી દીધી છે.

  • Share this:
કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે સળંગ પગલા ભરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વાત પર ઘણી વખત જોર આપ્યું છે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બે-ઘણી કરવામાં આવશે. હવે સરકાર તેને સફળ તમામ સંભવ પ્રયાસ કરી રહી છે. કૃષિ મંત્રાલયે 2022 સુધી ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે પણ તમામ પ્રકારની કવાયત શરૂ કરી દીધી છે.

જર્મનીના મંત્રી સાથે નરેન્દ્ર સિંહ તોમરે કરી બેઠક
આ કવાયતના ભાગરૂપે જર્મનીએ ભારતીય ખેડૂતોના આવક બે-ઘણી કરવા માટે પોતાની તકનીક અને પ્રબંધન વેશેષજ્ઞતાથી મદદ કરવાની રજૂઆત કરી છે. ગત 1 નવેમ્બરે જર્મનના કૃષિ મંત્રી જૂલિયા ક્લોકનરે (Julia Klokner) ભારતના કૃષિ મંત્રી નેન્દ્ર સિંહ તોમર સાથે બેઠખ કરી છે. આ બેઠકમાં જૂલિયા ક્લોકનરે કહ્યું કે, જર્મની પાસે મશીનીકરણ અને પાકની કાપણી બાદની પ્રબંધન વિશેષજ્ઞતા છે, જે ભારતમાં ખેડૂતોની આવક બે-ઘણી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

ઉત્પાદન પર ખર્ચ ઓછો કરવાની કોશિસ
આ બેઠકમાં બંને મંત્રિઓએ કૃષિ બજાર વિકાસ સહયોગથી સંબંધિત સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે. બેઠક દરમિયાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ભારતે 2022 સુધિ ખેડૂતોની આવક બે-ઘણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની સાથે-સાથે ખર્ચ ઓછો કરવા, પ્રતિસ્પર્ધિ બજાર બનાવવા અને કૃષિ માટે મૂલ્ય શ્રુંખલાને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

2020 સુધી કૃષિ ઉત્પાદોની નિકાસ 60 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યતેમણે કહ્યું કે, ભારતની કૃષિ નિકાસ નીતિ 2018 અંતર્ગત આપણા કૃષિ ઉત્પાદોની નિકાસ બેઘણી કરતા 60 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. બંને મંત્રિઓએ કહ્યું કે, બંને દેશો માટે કૃષિ પ્રાથમિક ક્ષેત્ર છે. તેમણે મશીનીકરણ, પાક કાપણી બાદ પ્રબંધન, આપૂર્તિ શ્રુંખલા, બજાર સુધી પહોંચ, નિકાસ, ખાદ્ય સુરક્ષા, પ્રયોગશાળાઓની સ્થાપનામાં સહયોગ, ખાદ્ય તપાસ કાર્યશાળા વગેરે વિષયો પર પણ વિચાર-વિમર્શ કર્યું.
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading