આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું! હવે ભારતમાં જ બનશે અમેઝોનનું ફાયર ટીવી ડિવાઇસ

આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું! હવે ભારતમાં જ બનશે અમેઝોનનું ફાયર ટીવી ડિવાઇસ
આ એક પગલુ આત્મનિર્ભર અને ડિજિટલ ભારત અભિયાનને મજબૂત બનાવશે.

આ એક પગલુ આત્મનિર્ભર અને ડિજિટલ ભારત અભિયાનને મજબૂત બનાવશે.

 • Share this:
  કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત (Aatmanirbhar Bhaarat) અભિયાનને એમેઝોનનો (Amazon) ઘણો સપોર્ટ મળ્યો છે. વર્ષ 2021ના અંત સુધીમાં એમેઝોન ભારતમાં તેના ફાયર ટીવી ડિવાઇસનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ચેન્નઈમાં મેન્યુફેક્ચરિંગ લાઇન સ્થાપવાના એમેઝોનના નિર્ણયથી ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધશે અને નોકરીની તકો ઉભી થશે. આ એક પગલુ આત્મનિર્ભર અને ડિજિટલ ભારત અભિયાનને મજબૂત બનાવશે.

  એમેઝોને કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થામાં હશે સીધો ફાળો  કેન્દ્રીય ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારત એક આકર્ષક રોકાણ સ્થાન છે. તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રોડક્ટ્સ ઉદ્યોગ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મોટો દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરવાના અમારા સરકારના નિર્ણયને વિશ્વભરમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. એમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલે કહ્યું કે, આ પગલું મેક ઈન ઈન્ડિયા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દોહરાવે છે. આ પગલાં ભારતીય અર્થવ્યવસ્થામાં સીધો ફાળો આપે છે અને રોજગાર ઉત્પન્ન કરે છે.

  આગામી બે દિવસ ગુજરાતનાં આ વિસ્તારોમાં વરસી શકે છે માવઠું, હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત

  વર્ષના અંત સુધીમાં શરૂ થશે ઉત્પાદન

  અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કંપની આ કામ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપ સાથે મળીને કરશે અને વર્ષના અંત સુધીમાં ચેન્નાઇમાં ઉત્પાદન શરૂ થશે. ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ ભારતમાં ગ્રાહકોની માંગને પહોંચી વળતાં દર વર્ષે મોટા પાયે ફાયર ટીવી સ્ટીક ડિવાઇસનું ઉત્પાદન કરી શકશે.

  ઉલ્લેખનીય છે કે, એમેઝોન ભારતભરના સૂક્ષ્મ અને નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવા માટે 1 અબજ ડોલરનું રોકાણ કરે છે, જે તેમને પહેલા કરતાં વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published:February 17, 2021, 11:26 am

  ટૉપ ન્યૂઝ