Home /News /business /

Independence Day Special: ખેડૂતોને દેવામાંથી ક્યારે આઝાદી મળશે, શું આત્મનિર્ભર થશે અન્નદાતા?

Independence Day Special: ખેડૂતોને દેવામાંથી ક્યારે આઝાદી મળશે, શું આત્મનિર્ભર થશે અન્નદાતા?

ન્યૂઝ 18 ક્રિએટિવ.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના જણાવ્યા પ્રમાણે ગત બે દેશકામાં (1995-2015) દેશમાં 3,21,407 લાખ ખેડૂતોએ આપઘાત કર્યો છે.

  નવી દિલ્હી : વર્ષ 1921માં મુનશી પ્રેમચંદે 'પૂસ કી રાત' નામની કહાની આશરે એક સદી પહેલા લખી હતી. એ જમાનામાં અન્નદાતાની હાલત જાણવા અને સમજવા માટે તે અનોખી કહાની હતી. આ કહાનીમાં ખેડૂતોની મુખ્ય સમસ્યા ઉભરીને બહાર આવે છે. પ્રથમ દેવામાં ડૂબેલો ખેડૂત અને બીજું ખેતી લાભકારી ન હોવી. આ કહાનીના પાત્ર હલ્કૂની જેમ દેશનો ખેડૂત આજે પણ કરજમાં ડૂબેલો છે. આજે આઝાદીના 73 વર્ષ પછી પણ ખેતી એ ખોટનો સોદો સાબિત થઈ રહી છે. આજે પણ અન્નદાતાની સરેરાશ આવક સરકારી નોકરથી ઓછી છે.

  નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના જણાવ્યા પ્રમાણે ગત બે દેશકામાં (1995-2015) દેશમાં 3,21,407 લાખ ખેડૂતોએ આપઘાત કર્યો છે. એટલે કે દરરોજ 44 ખેડૂતો નિરાશ થઈને મોત વ્હાલું કરી રહ્યા છે. કોઈ રાજ્ય બાકી નથી જ્યાં ખેડૂત આત્મહત્યા ન કરતો હોય. આવી હાલત છતાં સરકાર ખેડૂતોની ખુશી માટે મોટાપાયે કંઈ કરી શકી નથી.

  દરેક ખેડૂત પર સરેરાશ 47 હજાર રૂપિયાનું દેવું

  હાલ આત્મનિર્ભરતાની દોડ ચાલી રહી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અન્નદાતા આત્મનિર્ભર થશે તે સમય ક્યારે આવશે. કારણ કે આજે તે કરજનું કફન લઇને પેદા થાય છે. સરકાર ખુદ માની રહી છે કે દેશના દરેક ખેડૂત પર સરેરાશ 47 હજાર રૂપિયાનું દેવું છે. દર ખેડૂત પર સરેરાશ 12,130 રૂપિયાનું કરજ સાહૂકારોનું છે. આપણે એવી વ્યવસ્થા બનાવી છે જેનાથી આશરે 58 ટકા અન્નદાતા કરજદાર છે. NSSOના જણાવ્યા પ્રમાણે સાહૂકારો પાસેથી સૌથી વધારે 61,032 રૂપિયા પ્રતિ ખેડૂત સરેરાશ કરજ આંધ્રપ્રદેશમાં છે. બીજા નંબર પર 56,362 રૂપિયાની સાથે તેલંગાણા છે. ત્રીજા નંબર પર 30,921 રૂપિયા સાથે રાજસ્થાન છે.

  તો પછી ફક્ત જાહેરાતોમાં ખેડૂત ક્યાં સુધી ખુશ રહેશે? તેને હકીકતમાં કરજમાંથી ક્યારે મુક્તિ મળશે. એવી વ્યવસ્થા ક્યારે ઊભી થશે જેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે અને તેણે કરજ લેવાનો વારો નહીં આવે?  લોન ન ચૂકવી શકતા આપઘાત!

  રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્યો વિનોદ આનંદના જણાવ્યા પ્રમાણે 80 ટકા ખેડૂતો બેંક લોન ન ચૂકવી શકવાને કારણે આત્મહત્યા કરે છે. સરકારે ખેડૂતોની કરજમાફી માટે બજેટ આપે છે તેનો મોટો હિસ્સો કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને મળે છે, ખેડૂતોને નહીં. સરકારે પોતે પણ પાક નિષ્ફળ જવાથી, દુષ્કાળ અને દેવાને ખેડૂતોના આપઘાત પાછળનું કારણ માને છે. ખેડૂતોને નાણાકીય સાક્ષર બનાવવા, યોજનાઓ અંગે જાણકારી આપવા અને બજાર વ્યવસ્થાના સદઉપયોગ કરવા માટે ક્યારે કામ નથી થયું.

  આઝાદીના 73 વર્ષમાં ખેડૂતોને કરજમાં ડૂબાડવાની નીતિ બનતી રહી છે. તેઓને સ્વાવલંબી બનાવવા માટે વધારે કામ નથી થયું. ખેડૂતો માટે કરજ લેવું હવે મજબૂરી બની ગઈ છે, અને તેના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે.

  યોગ્ય ભાવ આપો તો ખેડૂતોએ કરજ નહીં લેવું પડે

  યૂનાઇટેડ નેશનના મુખ્ય સલાહકાર પદથી રિયાટર પ્રોફેસર તેમજ કૃષિ વૈજ્ઞાનિક રામચેત ચૌધરી કહે છે કે માર્કેટ મળે, યોગ્ય ભાવ મળે, ઉત્પાદન વધે અને ઉત્પાદન ખર્ચ ઓછો થાય તો ખેડૂતોનો ઉદ્ધાર થઈ શકે છે. પરંતુ આઝાદીના આટલા વર્ષોમાં આવું નથી થઈ શક્યું. સરકાર દર વર્ષે કૃષિ કરજનો ટાર્ગેટ વધારી દે છે, પરંતુ તેમને આત્મનિર્ભર બનાવવા માટે કોઈ કામ નથી કરતી. શું ક્યારેય ઉદ્યોગપતિ આત્મહત્યા કરે છે? નથી કરતો, કેમ કે તેનું કરજ બીજા ખાતઓમાં નાખી દેવામાં આવે છે. આજે પણ MSPને ખેડૂતો માટે કાયદેસર અધિકાર બનાવવા માટે લડાઈ લડવી પડે છે.  ઓઈસીડી (Organisation for Economic Co-operation and Development)ના એક રિપોર્ટ પ્રમાણે 2000થી 2016-17 વચ્ચે ભારતના ખેડૂતોને તેના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય ન મળતા આશરે 45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આથી જો યોગ્ય ભાવ મળે તો તેમણે કરજ લેવાની જરૂર નહીં પડે.

  બેન્કિંગ સિસ્ટમ ખેડૂતો સાથે અયોગ્ય વ્યવહાર કરે છે

  કૃષિ અર્થશાસ્ત્રી દેવિન્દર શર્માને જણાવ્યા પ્રમાણે આપણી બેન્કિંગ સિસ્ટમ એક બાજુ અવારનવાર ગરીબો સાથે અમાનવીય વ્યવહાર કરે છે, જેનાથી તેઓ જેલ જવા કે આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે. જ્યારે તે અમીરો સાથે નરમ વ્યવહાર કરે છે, અને તેઓ સરળતાથી બેંકોને ચૂનો લગાડી શકે તેવો મોકો આપે છે. એક બાજુ 40-50 હજાર રૂપિયાની લોન માટે ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવે છે. તેઓ આપઘાત કરવા માટે મજબૂર બને છે. બીજી તરફ કોરોડ રૂપિયા ચાંઉ કરી જનારા ઉદ્યોગપતિઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી. કરજ ન ચૂકવવા માટે જેલમાં નાખવાની એક નીતિ બનવી જોઇએ. જો 50 હજારનું કરજ ન ચૂકવવા માટે ખેડૂતોને જેલમાં નાખવામાં આવતો હોય તો ઉદ્યોગપતિને પણ જેલમાં મોકલવા જોઈએ.  ખેડૂતોની આવક નોકરથી પણ ઓછી કેમ?

  આઝાદીના આટલા વર્ષો પછી ખેતી અને ખેડૂતોની એટલી જ પ્રગતિ થઈ છે કે ખેડૂતોની સરેરાશ આવક સરકારી નોકરથી પણ ઓછી છે. કોઈ પણ ખેડૂતની સૌથી વધારે સરેરાશ આવક 18,059 રૂપિયા છે, જ્યારે સરકારી કચેરીઓમાં કામ કરનાર નોકરને ઓછામાં ઓછો 25 હજાર રૂપિયા પગાર મળે છે. લોકસભામાં આ અંગે સવાલ પણ પૂછાયો હતો.

  સરકારી ખેડૂતોને માન-સન્નાન આપી રહી છે : બીજેપી

  બીજેપીના પ્રવક્તા રાજીવ જેટલીનું કહેવું છે કે મોદી સરકારનું સમગ્ર ધ્યાન ખેડૂતો પર છે. પ્રથમ વખત ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરાવવામાં આવી રહી છે, પ્રથમ વખત તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ પહેલા તેમને આ માટે લાયક પણ ગણવામાં આવતા ન હતા. તેમને યોગ્ય ભાવ આપવા માટે ખર્ચના 50 લાખથી વધારે નફો આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોના ઉત્પાદનોને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવા માટે કિસાન રેલ ચલાવવામાં આવી રહી છે. પ્રયાસ એવો છે કે ખેતીની સાથે સાથે ખેડૂતોનું પણ કલ્યાણ થાય.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Independence day 2020, MSP, કૃષિ, ખેડૂતો, ભારત

  આગામી સમાચાર